ભારતીય ક્રિકેટ ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે 8 નવેમ્બરથી T20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ કિંગ્સમીડ, ડરબન ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ભારતીય ટીમ આ મેચ જીતીને જીત સાથે શ્રેણીની શરૂઆત કરવા ઈચ્છશે.
ટીમમાં કેટલાક ફેરફાર
બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ રમી રહેલી ભારતીય ટીમ કેટલાક ફેરફારો સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સિવાય રિયાન પરાગ અને મયંક યાદવ ઈજાના કારણે ટીમની બહાર છે.
તિલક વર્મા પરત આવી શકે છે
ભારત પ્લેઈંગ ઈલેવનમાં પણ કેટલાક ફેરફારો જોઈ શકે છે. નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર અને મયંક યાદવે બાંગ્લાદેશ સામે શ્રેણીની ત્રણેય મેચ રમી હતી. હવે આ ખેલાડી ટીમમાં નથી. આવી સ્થિતિમાં તિલક વર્મા 11 મહિના બાદ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ બનેલો અક્ષર પટેલ ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે.
યશ દયાલ ડેબ્યુ કરી શકે છે
રવિ બિશ્નોઈ દક્ષિણ આફ્રિકામાં બીજો સ્પિન વિકલ્પ બની શકે છે. આ સિવાય સૂર્યા એન્ડ કંપની 3 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં અવેશ ખાનને પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે છે. અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર યશ દયાલ પ્રથમ ટી20માં ડેબ્યૂ કરી શકે છે. તાજેતરમાં RCBએ તેને 5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
ભારતનો સંભવિત પ્લેઇંગ 11
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, યશ દયાલ, અવેશ ખાન.
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંઘ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાખા , યશ દયાલ.