
અટકળો બાદ BCCI નું મોટું નિવેદન.ગંભીરને હટાવી VVS લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનાવાશે?.BCCI સચિવે કહ્યું કે ગૌતમ ગંભીરને ટેસ્ટ કોચ પદથી હટાવવા મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ, આવી વાતો માત્ર અફવા છે.ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને લઈને કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. એવામાં ટેસ્ટ ટીમમાં ગૌતમ ગંભીરને બદલે અન્ય કોઈ વ્યક્તિને કોચ બનાવવાની અટકળો ચાલી રહી છે. એવામાં BCCIના સચિવ દેવજીત સાઇકિયાએ જવાબ આપ્યો છે.
મીડિયા સાથે વાતચીતમાં BCCI સચિવે કહ્યું છે, કે ગૌતમ ગંભીરને ટેસ્ટ કોચ પદથી હટાવવા મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ. આવી વાતો માત્ર અફવા છે. તેમના કોન્ટ્રાક્ટનો અંત ન થાય ત્યાં સુધી તેઓ કોચ તરીકે જવાબદારી નિભાવતા રહેશે.
ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમ સારો દેખાવ નથી કરી રહી. હાલમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં ભારતનો પરાજય થયો હતો. જે બાદથી જ ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ અને હેડ કોચ ગૌતમ ગંભીર સામે સવાલો ઊભા થયા હતા.
એવામાં ન્યૂઝ એજન્સી ઁ્ૈં અનુસાર BCCI ના એક અધિકારીએ ગૌતમ ગંભીરને બદલે નવા કોચ માટે ફફજી લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો.
નોંધનીય છે કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તો ગૌતમ ગંભીરનો રૅકોર્ડ સારો છે. તેમના નેતૃત્વમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં જીત હાંસલ કરી. જાેકે ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરનો રૅકોર્ડ સારો નથી. જીઈદ્ગછ દેશો સામે ભારત ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ મેચો હાર્યું. એવામાં ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે ભારતની ભૂંડી હાર બાદ BCCI હરકતમાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર BCCIના એક અધિકારીએ અનૌપચારિક રીતે VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો અને તેમને ટેસ્ટ ક્રિકેટ માટે ટીમને કોચિંગ આપવા પૂછ્યું હતું. જાેકે સામે એક સમયના દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણે જવાબ આપ્યો હતો કે તેઓ બેંગલુરુમાં સેન્ટર ઑફ એક્સિલેન્સમાં પ્રમુખ તરીકે કામ કરીને ખુશ છે.




