iPhone 16 લૉન્ચ થયાને થોડા મહિના જ થયા છે અને તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે તમે તેને ગયા વર્ષના iPhone 15 જેટલી કિંમતમાં ખરીદી શકો છો. એમેઝોન પર તેની કિંમતમાં હજારો રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, ફ્લિપકાર્ટ પર તેની કિંમત હજુ પણ એટલી જ છે જે લોન્ચ સમયે હતી. Apple એ iPhone 16 સિરીઝની શરૂઆતની કિંમત રૂ. 79,900 સાથે લોન્ચ કરી છે.
iPhone 16 ડિસ્કાઉન્ટ
એમેઝોન પર iPhone 16ની કિંમત 77,400 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય તમે 5,000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. એટલે કે તમે માત્ર 72,400 રૂપિયામાં iPhone 16 ખરીદી શકો છો. રસપ્રદ વાત એ છે કે, 256GB સાથે iPhone 15 પણ આ જ કિંમતે ઉપલબ્ધ છે. જો તમે AIથી સજ્જ iPhone 16 ખરીદવા માંગો છો તો આ એક સારી તક છે.
iPhone 16 ફીચર્સ
iPhone 16 ત્રણ સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે – 128GB, 256GB અને 512GB. તેમાં ‘એપલ ઈન્ટેલિજન્સ’ ફીચર છે અને નવું કેપ્ચર બટન પણ આપવામાં આવ્યું છે. તે ખૂબ જ સરસ 6.1 ઇંચ સ્ક્રીન અને ‘ડાયનેમિક આઇલેન્ડ’ ઇન્ટરફેસ ધરાવે છે. આ ફોન A18 Bionic ચિપ પર ચાલે છે અને iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
iPhone 16 પાસે બે કેમેરા છે – એક 48MP મુખ્ય કેમેરા જે ઝૂમ પણ કરે છે અને 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા. સેલ્ફી માટે 12MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. iPhone 16 ની બેટરી ગયા વર્ષના મોડલ કરતા સારી છે અને તે ઝડપથી ચાર્જ પણ થાય છે.