તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક હૃદય હચમચાવી દે તેવી ઘટના બની છે. એક ભૂતપૂર્વ સૈનિકે નિર્દયતાની તમામ હદો વટાવી દીધી. પત્નીની હત્યા કર્યા બાદ પૂર્વ સૈનિક ગુરુ મૂર્તિએ તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને પછી તેને પ્રેશર કૂકરમાં ઉકાળી દીધા.
18 જાન્યુઆરીએ આરોપી ગુરુ મૂર્તિએ તેના માતા-પિતા સાથે હૈદરાબાદની બહારના વિસ્તાર મીરપેટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની વેંકટ માધવી ગુમ છે.
પોલીસે પતિની પૂછપરછ કરી
જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો તેમને ખબર પડી કે પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ પછી પોલીસે ગુરુ મૂર્તિને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી. આ પછી સમગ્ર સત્ય બહાર આવ્યું. આરોપીએ કબૂલ્યું હતું કે તેણે તેની પત્નીની હત્યા કરી છે.
આરોપીએ ગુનો કબૂલી લીધો હતો
પૂછપરછ બાદ આરોપીએ જણાવ્યું કે તેણે લાશના ટુકડા કરી પ્રેશર કૂકરમાં રાંધ્યા અને પછી તળાવમાં ફેંકી દીધા. પોલીસ હાલ ગુરુ મૂર્તિના નિવેદનના આધારે પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. શરીરના ટુકડાઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગુરુ મૂર્તિ સેનામાંથી નિવૃત્ત થયા છે. આરોપી અને તેની પત્ની વેંકટ માધવીના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. બંનેને બે બાળકો છે. મેરપેટ પોલીસે જણાવ્યું કે આ હત્યા કેસની તપાસ ચાલુ છે.