પેટ્રોલના ભાવો આસમાને જઈ રહ્યા છે અને હવે તે સામાન્ય લોકોના બજેટ પર વધારે અસર પાડે છે. ભારતમાં જ્યારે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે, ત્યારે આ કામ એટલું ઝડપથી નથી થઈ રહ્યુ. તે સિવાય ચાર્જિંગની વ્યવસ્થા પણ હજી સુધી થઈ શકી નથી. તેવામાં લોકો પેટ્રોલથી ચાલનારી બાઈક ચલાવી રહ્યા છે.
જો તમારુ ટૂ-વ્હીલર સારી એવરેજ નથી આપી રહ્યુ તો તેને સરળ ટ્રીક અપનાવીને પણ વધારી શકાય છે, જરુર છે માત્ર સાચી રીત અપનાવવાની. આ માહિતીમાં અમે તમને કેટલીક એવી ટ્રીક વિશે જણાવી રહ્યા છે જેને ફોલો કરવાથી તમે પોતાની બાઈકની માઈલેજ વધારી શકો છો.
સિગ્નલ પર બાઈક બંધ રાખો
તમને પોતાને પણ ખબર હોય છે કે થોડી માત્રામાં પણ, પરંતુ સિગ્નલ પર બાઈક બંધ કરવાથી પેટ્રોલ બચાવી શકાય છે. તેથી જો 15 સેકન્ડથી વધારે ચુસ્ત લાલ લાઈટ લીલી થવામાં વાર હોય તો પોતાની બાઈકને બંદ કરી લો, જેનાથી તમે મહીનામાં જ જાણી શકશો કે માઈલેજ વધી ગઈ છે.
ટાયરના પ્રેશરનું ધ્યાન રાખો
તમે કદાચ આ વાત પર ધ્યાન ન આપતા હોવ, પરંતુ ટાયર પ્રેશર બાઈકની માઈલેજ પર ઘણી મોટી અસર પાડી શકે છે. ટાયરનું પ્રેશર યોગ્ય રહે તો બાઈકને ચલાવવામાં વધારે જોર ન આપવું પડે અને એન્જિન પર કોઈ વધારે લોડ ન પડે. એવામાં ટાયર પ્રેશર યોગ્ય હોય તો ચોક્કસ તમારી બાઈકની માઈલેજ વધશે.
સાચા ગિયરનો ઉપયોગ
યોગ્ય સ્પીડ પર યોગ્ય ગિયરમાં બાઈક ચલાવતા રહેવાથી એન્જિન પર વધારે જોર પડશે નહી અને માઈલેજ સારી થશે. તેના સિવાય એક સ્પીડ પર બાઈક ચલાવતા રહેવાથી માઈલેજ ત્યારે વધે છે, જ્યારે તમે તેને યોગ્ય ગિયર પોજિશનમાં રાખો છો. એવામાં માઈલેજને સારી બનાવી રાખવી છે તો યોગ્ય ગિયરમાં મેન્ટેન કરવાનું રાખો.
સમય-સમય પર સર્વિસ
બાઈકને સર્વિસ કરવાતા રહેવાથી તેની માઈલેજ પર મોટો ફરક પડે છે. જો તમારી બાઈક સારી સ્થિતિમાં રહેશે તો તે માઈલેજ પણ સારી આપશે. તેના એન્જિન અને ગિયરબાોક્સને લુબ્રિકેશનની જરુર પડે છે અને સર્વિસ કરાવતા રહેવાથી તેને યોગ્ય માત્રામાં મળી રહે છે, આનાથી એક લિટર પેટ્રોલમાં તમારી બાઈક સામાન્યથી પણ વધારે માઈલેજ આપે છે