
ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે લાલચ આપતા.વેપારી સાથે છેતરપિંડી આચરનારી ગેંગના એક સભ્યને સાયબર ક્રાઈમે ઝડપ્યો.કંપની ટૂંકા ગાળામાં વધુ નફો કમાવી આપવામાં અલગ અલગ મેમ્બરશીપ આપે છે.જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને જામનગરની જીઆઈડીસી ફેઝ થ્રીમાં આવેલી હેરિક ટેકનોલો નામનું બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા બ્રાસપાર્ટના વેપારી કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના ૫૩ વર્ષીય આધેડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવ્યા મુજબ જાન્યુઆરી માસમાં ૦૨/૦૧/૨૦૨૫ના રોજ ફરિયાદી વેપારીને એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો.
જેમાં તેઓએ જણાવ્યું કે અમે કંપનીના દલાલ છીએ અને અમારી કંપની ટૂંકા ગાળામાં વધુ નફો કમાવી આપવામાં અલગ અલગ મેમ્બરશીપ આપે છે અને એ કંપનીને પ્રોફાઈલ મૂકવામાં આવી હતી. જેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી અલગ અલગ મેમ્બરશીપની સ્કીમમાં નાણાનું રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળે છે, તેવી આંબા આંબા આંબલી બતાવી હતી. મોટા રોકાણની વાત આવતા વેપારી અંજાઈ ગયા હતા અને તેઓએ કટકે કટકે રોકાણ શરૂ કરાવ્યું હતું. જેને લઈને તેઓને મેમ્બર પણ બનાવવામા આવ્યા હતા. ત્યારબાદ વોટ્સએપની પ્રોફાઈલમાં તેઓને મોટો પ્રોફિટ થઈ રહ્યો છે, તેવું દર્શાવી વધુને વધુ રોકાણ કરાવ્યે રાખ્યું હતું, વેપારીના જણાવ્યા અનુસાર મને વધુ વિશ્વાસમાં લેવા અને વધુ લાલચ આપવા મારી રોકાણની રકમ પર https maxoption.com વાળી લિંકમાં મોટો પ્રોફીટ બતાવતા હતા.
જે બાદ અચાનક જ જુલાઈ-૨૦૨૫ મહિનામાં આ લિંક ડિએકટીવેટ થઈ ગયેલી અને સામેવાળાના વોટ્સએપ નંબર પણ બંધ થઈ ગયા હતા. જેથી મેં આ બાબતેની જાણ મારા મિત્ર હર્ષ દિનેશભાઈ સીદપરાને કરેલી અને અમે બંન્નેએ આ બાબતે જાતેથી તપાસ કરતા જાણકારી મળી હતી કે કોઈ અજાણી વ્યક્તિઓએ સાથે મળીને મને ટ્રેડીંગમાં મોટો પ્રોફિટ અપાવવાની લાલચ આપી મારી પાસેથી કુલ રૂપિયા ૧.૮૭ કરોડ DIWAN Enterprise ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈ, બનાવટી વેબસાઈટ પર ખોટો પ્રોફિટ બતાવી ઓનલાઈન ઠગાઈ કરી હતી. જે મામલે પોલીસે મહારાષ્ટ્રના સોલાપુરમાંથી આરોપી અબરારઅઝીઝ અબ્દુલલતીફ દિવાનને પકડી પાડયો છે.
