
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 147762.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 23030.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 124728.45 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21893 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1199.3 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19343.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 94573ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95435ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ. 94311ના મથાળે અથડાઈ, રૂ. 93451ના આગલા બંધ સામે રૂ. 1619 વધી રૂ. 95070ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે સોનાના દૂર ડિલિવરીના વાયદાઓમાં ઓગસ્ટ વાયદો રૂ.96,036 અને ઓક્ટોબર વાયદો રૂ.96,600ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1265 ઊછળી રૂ. 76230 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 163 વધી રૂ. 9532 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1529ના ઉછાળા સાથે રૂ. 94600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 93888ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95300 અને નીચામાં રૂ. 93888ના મથાળે અથડાઈ, રૂ. 93378ના આગલા બંધ સામે રૂ. 1480 ઊછળી રૂ. 94858ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 94800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96965 અને નીચામાં રૂ. 94666ના સ્તરને સ્પર્શી, રૂ. 94774ના આગલા બંધ સામે રૂ. 1657ના ઉછાળા સાથે રૂ. 96431ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 1616 ઊછળી રૂ. 96401 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 1587 ઊછળી રૂ. 96375ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1909.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 1.25 ઘટી રૂ. 838.25ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 2.65 ઘટી રૂ. 247.5 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 1 ઘટી રૂ. 231.25ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 5 પૈસા ઘટી રૂ. 177.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1806.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5253ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5325 અને નીચામાં રૂ. 5185ના સ્તરને સ્પર્શી, રૂ. 5266ના આગલા બંધ સામે રૂ. 39 વધી રૂ. 5305ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 36 વધી રૂ. 5302ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.9 ઘટી રૂ. 283.4ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ. 2.1 ઘટી રૂ. 283.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 917ના ભાવે ખૂલી, રૂ. 7.5 ઘટી રૂ. 911ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 370 ઘટી રૂ. 54660 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 12538.10 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6805.75 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1153.20 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 216.84 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 26.56 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 513.17 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 865.94 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 940.90 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.86 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 24284 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 43989 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10339 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 103156 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 5889 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 21521 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39693 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 133186 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 22385 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27234 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21701 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21981 પોઇન્ટના સ્તર અને નીચામાં 21701 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 373 પોઇન્ટ વધી 21893 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 10 વધી રૂ. 38.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.4 ઘટી રૂ. 12.8 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 715.5 વધી રૂ. 1415ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 969.5 વધી રૂ. 2435 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.91 ઘટી રૂ. 10.65ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.2 ઘટી રૂ. 2.05 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 26.9 ઘટી રૂ. 35.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1 વધી રૂ. 9.85ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 93000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 466 ઘટી રૂ. 634 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 672 ઘટી રૂ. 979.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 43 પૈસા ઘટી રૂ. 7.77ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 97 પૈસા વધી રૂ. 4.15ના ભાવે બોલાયો હતો.
