
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 11થી 17 એપ્રિલના સપ્તાહ દરમિયાન રૂ. 1487684.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 171542.7 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1316121.4 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21808 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 123436.69 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 92463ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 95935ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 92463ના મથાળે અથડાઈ, રૂ. 92033ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 3221ના ઉછાળા સાથે રૂ. 95254ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 3177ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ. 76313 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 410 ઊછળી સપ્તાહના અંતે રૂ. 9590 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 3138 ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ. 94784ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 92450ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 95830 અને નીચામાં રૂ. 92000ના મથાળે અથડાઈ, રૂ. 91618ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 3382ના ઉછાળા સાથે રૂ. 95000ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 92000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 96965 અને નીચામાં રૂ. 92000ના મથાળે અથડાઈ, રૂ. 91595ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 3442ના ઉછાળા સાથે રૂ. 95037ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 3297 ઊછળી સપ્તાહના અંતે રૂ. 94993ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 3295 ઊછળી સપ્તાહના અંતે રૂ. 94981 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 14201.18 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 17.75 વધી સપ્તાહના અંતે રૂ. 844.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 5.3 ઘટી સપ્તાહના અંતે રૂ. 247.3 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 2.85 ઘટી સપ્તાહના અંતે રૂ. 231.05ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 25 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ. 177.1ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 33891.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ. 5173ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 5540 અને નીચામાં રૂ. 5130ના સ્તરને સ્પર્શી, રૂ. 5169ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 344ની તેજી સાથે રૂ. 5513ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 342 ઊછળી સપ્તાહના અંતે રૂ. 5514ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 24.6 ઘટી સપ્તાહના અંતે રૂ. 278.5ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ. 24.7 ઘટી સપ્તાહના અંતે રૂ. 278.6 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 918.1ના ભાવે ખૂલી, રૂ. 1.6 વધી રૂ. 913.8 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 530 વધી સપ્તાહના અંતે રૂ. 55030 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 80715.53 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 42721.16 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 9423.62 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1615.42 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 275.82 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 2886.32 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 10368.34 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 23523.07 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 12.58 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.85 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 23821 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44890 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10336 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 102773 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6348 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22449 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39175 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 136419 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18982 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25745 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21361 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22060 પોઇન્ટના સ્તર અને નીચામાં 21354 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 710 પોઇન્ટના ઉછાળા સાથે 21808 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
