
વીજ બિલમાં રાહત મળશે, ફ્યુઅલ ચાર્જમાં ૧૫ પૈસાનો થશે ઘટાડો.વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ ૨.૪૫ વસૂલવામાં આવતા હતા.રાજ્યના વીજ ધારકો માટે રાહતના સમાચાર. વીજ બિલમાં રાહત મળશે. ફ્યુઅલ ચાર્જમાં ૧૫ પૈસાનો થશે ઘટાડો.અગાઉ ફ્યુઅલ ચાર્જ ૨ રૂપિયા ને ૪૫ પૈસા હતો. જેમાં ૧૫ પૈસાનો ઘટાડો કરતા બે રૂપિયાને ૩૦ પૈસા થશે. ગુજરાતના વીજ ગ્રાહકોને મોટો લાભ મળશે. ગુજરાતના લાખો વીજ ગ્રાહકો માટે આનંદના સમાચાર છે. હવે તમારા માસિક વીજ બિલમાં ઘટાડો જાેવા મળશે. આ ઘટાડો વીજળીના બિલમાં લાગતા ફ્યુઅલ સરચાર્જ એટલે કે ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA) માં થયેલા ઘટાડાને કારણે થયો છે.અગાઉ, વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ ૨.૪૫ વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ૧૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ નવો ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ ૨.૩૦ થશે.
આ ઘટાડાથી સામાન્ય નાગરિકથી લઈને ઉદ્યોગો સુધીના તમામ વીજ ગ્રાહકોને ફાયદો થશે. વીજળીનો વપરાશ જેમ વધુ તેમ બિલમાં થતી બચત પણ વધુ હશે
