
તંત્ર દ્વારા નિ:શુલ્ક સુવિધાઓની જાહેરાત. ST વિભાગે ભાવવધારો ઝીંક્યો, બે કિલોમીટરના ૨૦ રૂપિયા વધાર્યા.સામાન્ય દિવસોમાં જે બે કિલોમીટરના અંતર માટે રૂપિયા ૧૦ ભાડું લેવાય છે, તેના બદલે મેળા દરમિયાન રૂપિયા ૨૦ વસૂલવામાં આવી રહ્યા છે.ભાદરવી પૂનમનો મહાકુંભ શરૂ થઈ ગયો છે અને લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી દર્શને આવી રહ્યા છે. આ પવિત્ર યાત્રા દરમિયાન, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર ભક્તો માટે અનેક સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડી રહ્યું છે, પરંતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ST) દ્વારા ગબ્બર જવા માટેના ભાડામાં ઉઘાડો વધારો કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં જે બે કિલોમીટરના અંતર માટે રૂપિયા ૧૦ ભાડું લેવાય છે, તેના બદલે મેળા દરમિયાન રૂપિયા ૨૦ વસૂલવામાં આવી રહ્યા છે. આ ભાવવધારો સીધો બમણો હોવાથી શ્રદ્ધાળુઓ માટે આ એક મોટો બોજ સાબિત થયો છે.
ગયા વર્ષે પણ ભાદરવી પૂનમના મેળા દરમિયાન ST વિભાગે આ જ રીતે ભાડા વધાર્યા હતા, જેના કારણે ભારે વિવાદ થયો હતો. ભક્તો અને સામાજિક સંગઠનોના વિરોધ બાદ તંત્ર દ્વારા ભાડામાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. તેમ છતાં, આ વર્ષે ફરીથી જી્ વિભાગે કોઈ પણ જાહેરાત કે સ્પષ્ટતા વગર જ ભાડામાં વધારો ઝીંકી દીધો છે. એક તરફ રાજ્ય સરકાર યાત્રાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ ST વિભાગનો આ ર્નિણય શ્રદ્ધાળુઓને આર્થિક રીતે પરેશાન કરી રહ્યો છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે ભોજન, પાણી અને રહેઠાણ જેવી અનેક સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આવા પવિત્ર અને શ્રદ્ધાના પર્વ પર જી્ વિભાગ દ્વારા કરાયેલો આ ભાવવધારો અનેક પ્રશ્નો ઊભા કરે છે. શું આ ધાર્મિક યાત્રા છે કે માત્ર વેપાર? ભક્તો માટે સુવિધા આપવાના દાવાઓ વચ્ચે આ પ્રકારની ‘લૂંટ‘ શ્રદ્ધાને ઠેસ પહોંચાડી રહી છે. તંત્રએ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને ભાડા ઘટાડવા અને ભક્તોને રાહત આપવી જાેઈએ.
