
કુવૈતમાં યુએસ લશ્કરી એફ-૧૫ ફાઇટર જેટ ક્રેશ ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15 આ ક્રેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાનમાં હવામાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ આખો પ્રદેશ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે. આ હુમલા બાદ, ઈરાને ઈઝરાયલ, ઈરાક અને યુએઈ સહિત અનેક દેશો પર મિસાઈલો છોડી હતી. આ દરમિયાન, ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર બોમ્બમારા હજુ પણ ચાલુ છે, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત અનેક ટોચના નેતાઓ માર્યા ગયા છે.
આ દરમિયાન, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે કુવૈતમાં યુએસ લશ્કરી એફ-૧૫ ફાઇટર જેટ ક્રેશ થયું છે. આ ક્રેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાનમાં હવામાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એફ-૧૫ ફાઇટર જેટને વિશ્વના સૌથી ઘાતક અને આધુનિક ફાઇટર જેટમાંનું એક માનવામાં આવે છે. જાેકે, વિમાનમાં આગ લાગતાં પાયલોટ પેરાશૂટથી બચી ગયો હતો. જાેકે, આ સમાચારની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. અમેરિકા અને કુવૈતી સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ અકસ્માત ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન થયો હતો, જેમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા હતા. ઈરાની અધિકારીઓએ તેને બદલામાં સંતુલિત કાર્યવાહી ગણાવી છે અને ચેતવણી આપી છે કે વધુ તણાવ વધવાની શક્યતા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ લશ્કરી સંઘર્ષ આગામી ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. તેમણે કહ્યું કે “અમે અંદાજ લગાવ્યો હતો કે તે ચાર અઠવાડિયા કે તેથી ઓછા સમય સુધી ચાલશે.” તેમણે યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકન સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
રવિવારે પ્રતિષ્ઠિત ડેઇલી મેઇલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈરાન સામે અમેરિકન લશ્કરી કાર્યવાહી બીજા ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. તેમણે કહ્યું, “તે હંમેશાથી ચાર અઠવાડિયાની પ્રક્રિયા રહી છે. અમે અંદાજ લગાવ્યો હતો કે તે ચાર અઠવાડિયા કે તેથી ઓછા સમય સુધી ચાલશે. આ એક મોટો દેશ છે, તેથી તેમાં ચાર અઠવાડિયા કે તેથી ઓછો સમય લાગી શકે છે.”




