
૧ એપ્રિલથી લાયક ઉત્પાદકો અને આયાતકારોને લાભ મળશે EMIમાં સ્થગિત કસ્ટમ્સ ડ્યૂટીની ચુકવણી કરી શકાશે
આ સુધારાથી વ્યવસાય કરવાની સરળતામાં એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસમાં નોંધપાત્ર વધારો થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ વિભાગે રવિવારે જાહેરાત કરી કે હતી કે લાયક ધોરણો ધરાવતા ઉત્પાદકો અને યોગ્ય આયાતકારો માટેની ઈએમઆઈ યોજના ૧ એપ્રિલથી અમલમાં આવશે. આ યોજના હેઠળ અંતર્ગત લાયક ધોરણો ધરાવતા આયાતકારો આયાત કરેલા માલને ક્લીયરન્સ સમયે કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવ્યા વગર છોડાવી શકશે.
નાણાં મંત્રાલયે બહાર પાડેલાં નિવેદન મુજબ, કસ્ટમ્સ અને જીએસટીના નિયમોનું પાલન, ટર્નઓવર, આર્થિક સ્થિતિ અને અગાઉનો રેકોર્ડ જેવા નિર્ધારિત ધારા-ધોરણો અને શરતોનું પૂર્ણ રીતે પાલન કરનારને પેમેન્ટ મુલતવી રાખવાની સુવિધા મળશે.મંત્રાલયે જણાવ્યું કે “આ સુધારાથી વ્યવસાય કરવાની સરળતામાં એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસમાં નોંધપાત્ર વધારો થશે, નિયમોનું યોગ્ય પાલન થશે અને દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ મળશે.” આ સુવિધા ૧ એપ્રિલ, ૨૦૨૬થી ઉપલબ્ધ રહેશે અને ૩૧ માર્ચ, ૨૦૨૮ સુધી અમલમાં રહેશે. આ ઝુંબેશ હેઠળ આયાતકારો આયાત સમયે કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવ્યા વગર માલ છોડાવી શકશે. તેના બદલે, નિયમ મુજબ લાગુ પડતી ડ્યૂટી દર મહિને ચૂકવી શકાશે, જેના કારણે ઉત્પાદકોને રોકડ પ્રવાહ અને વર્કિંગ કેપિટલનું સંચાલન વધુ સારી રીતે કરવાની સુવિધા મળશે.નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે આ યોજનાની ભારતના મેન્યુફેક્ચરિંગ આધારિત અને નિકાસ કેન્દ્રિત વિકાસને ટેકો આપવા માટે અનુમાનિત, કાર્યક્ષમ અને સહાયક કસ્ટમ્સ વાતાવરણ ઊભું કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.




