
વાળમાં ગજરો પહેરવાના કારણે.અભિનેત્રીએ ઑસ્ટ્રેલિયામાં આપવો પડ્યો રૂપિયા ૧.૧૪ લાખનો દંડ.મલયાલમ અભિનેત્રી નવ્યા નાયરનો જન્મ ૧૪ ઑક્ટોબર ૧૯૮૫માં કેરલાના અલ્લેપ્પી જિલ્લાના એક ગામમાં થયો હતો.મલયાલમ સિનેમાની જાણીતી અભિનેત્રી નવ્યા નાયર હાલમાં ચર્ચામાં છે. વાત એવી છે કે ઓસ્ટ્રેલિયા એરપોર્ટ પર તેને લાખો રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે. તેણે આ વાતનો ખુલાસો પોતે કર્યાે છે કે ઓનમ ઇવેન્ટની ઉજવણી માટે તે વિદેશ ગઈ હતી અને તેના બેગમાં વાળમાં પહેરવાનો ગજરો હતો. જેના કારણે તેણે લાખોનો દંડ ભરવો પડ્યો. ચાલો જાણીએ આ અભિનેત્રી કોણ છે? જે આ ઘટનાને કારણે ચર્ચામાં આવી હતી.બેગમાં ગજરો રાખવો ભારે પડયોઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં શુકવારે વિક્ટોરિયા મલયાલી એસોસિએશન દ્વારા ઓનમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં જાેડાવા અભિનેત્રી નવ્યા મેલબર્ન ગઈ હતી. પણ તેને એરપોર્ટ પર અધિકારીઓએ ઉભી રાખી હતી. તેના બેગમાંથી અંદાજે ૧૫ સેંટીમીટર ચમેલીના ફૂલ મળ્યા. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના કડક જૈવ સુરક્ષા અને કસ્ટમ કાયદા હેઠળ, તાજા ફૂલ અને છોડને ઇમ્પોર્ટ કરવું ગેરકાયદે છે. કારણકે તે ખેતી અને પર્યાવરણ માટે ગંભીર જાેખમ ઉભી કરી શકે છે, એટલે ઑસ્ટ્રેલિયાના કૃષિ વિભાગે એક્ટ્રેસ પર ૧૯૮૦ ડોલર (અંદાજે ૧.૧૪ લાખ રૂપિયા)નો દંડ વસૂલ્યો છે મલયાલમ અભિનેત્રી નવ્યા નાયરનો જન્મ ૧૪ ઑક્ટોબર ૧૯૮૫માં કેરલાના અલ્લેપ્પી જિલ્લાના એક ગામમાં થયો હતો. તેના પિતા દૂરસંચારના કર્મચારી હતા, ત્યારે તેની માતા એક સ્કૂલની શિક્ષકા હતી. નવ્યાએ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી અંગ્રેજીમાં બીએ અને એમબીએની ડિગ્રી મેળવી હતી.નવ્યાનું અસલ નામ ધન્યા છે. જ્યારે મલયાલમ સિનેમાના નિર્માતા મલયિલને સલાહ આપી હતી કે ઇન્ડસ્ટ્રીમાં તેનું નામ વધારે નહીં ચાલી શકે તે માટે તેણે પોતાનુ નામ બદલી નવ્યા રાખ્યું હતું. નવ્યાના ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો, તેણે વર્ષ ૨૦૦૧માં મલયાલમ અભિનેતા દિલીપ સાથે સિલ્વર સ્ક્રીનમાં ઇષ્ટમ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૨માં રિલીઝ થયેલી ફિલ્મમાં તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં એક્ટ્રેસે સાઉથની સિનેમામાં ચાર ચાંદ લગાવ્યા
