
શાહરૂખ ખાનના નામે દુબઇમાં બંધાતા ટાવરનું મુંબઇમાં ઉદ્ઘાટનમેં કદી શમણાંમાં પણ નહોતું વિચાર્યું કે, મારા નામનું ટાવર દુબઇમાં બનશે : અભિનેતા શાહરૂખ ખાનશાહરૂખ ખાનની લોકપ્રિયતા દેશ-વિદેશમાં ફેલાયેલી છે, પરંતુ દુબઇવાસીઓનો ખાસ માનીતો અભિનેતા છે. તેની પોપ્યુલારિટીને જાેઇને દુબઇમાં એક કમર્શિલ ૫૬ માળનો ૪૦૦૦ કરોડ રૂપિયાનો ટાવર બનવાનો છે. આ ટાવરનું બાંધકામ ૨૦૨૯માં પુરુ થશે. આ ટાવર પર શાહરૂખની એક મૂર્તી પણ રાખવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, કોઇ મુસ્લિમ
દેશમાં પહેલી વાર કોઇ મુસ્લિમ એકટરની મૂર્તિ પણ મુકવામાં આવશે. આ એક ઐતહાસિક કદમ હોવાનું કહેવાય છે. આ ટાવરમાં એક હેલીપેડ અને સ્વિમિંગ પુલ પણ સામેલ હશે. આ ટાવરનું નામ શાહરૂખ્જ ડેન્યૂબ રાખવામાં આવ્યું છે. શુક્રવારે મુંબઇમાં એક ઇવેન્ટ યોજવામાં આવી હતી. જ્યાં આ ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં બિલ્ડિંગના ફાઉન્ડર અને ચેરમેન પણ હાજર હતો. પોતાના નામથી બનતા ટાવરથી શાહરૂખે ગર્વ અને ખુશી જાહેર કર્યા હતા. સાથેસાથે તેણે તેની સ્વર્ગસ્થ માતાને પણ યાદ કરીને કહ્યું હતું કે, મને મળેલા આ સમ્માનથી આજે મારી માતા જીવતી હોત તો તે બહુ ખુશ થાત.હું મારા બાળકોને મારું નામ લખેલું ટાવર બતાવીશ ત્યારે આ પાપાનું બિલ્ડિંગ છે એમ કહેતા મને બહુ આનંદ આવશે. શાહરૂખે વધુમાં કહ્યું હતું કે, મેં કદી શમણાંમાં પણ નહોતું વિચાર્યું કે, મારા નામનું ટાવર દુબઇમાં બનશે.




