
કેટલાય સંસ્થાઓને તેમના નામ અને વ્યક્તિત્વ સંબંધિત ગુણોનો ખોટો ઉપયોગ કરતા રોકવાનો આદેશ આપ્યો.દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોની રક્ષા કરી છે. કોર્ટે તેમની પર્સનલ છબિ, તસવીરો, કન્ટેન્ટ અને અવાજનો પરમિશન વિના ઉપયોગ કરવો તેમની ગરિમા સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન કોર્ટમાં ગયા હતા. તેમણે પર્સનાલિટી રાઈટ્સને લઈને અરજી દાખલ કરી હતી. જ્યાં અમુક લોકો આર્થિક લાભ અને બદનામ કરવા માટે થઈને ફેક તસવીરો શેર કરી રહ્યા હતા. તેના પર રોક લગાવવા માટે ઐશ્વર્યા રાયે અરજી દાખલ કરી હતી.
ઐશ્વર્યા રાયને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્ટિસ તેજસ કારિયાએ કેટલાય સંસ્થાઓને તેમના નામ અને વ્યક્તિત્વ સંબંધિત ગુણોનો ખોટો ઉપયોગ કરતા રોકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આવું કરવું ન ફક્ત આર્થિક નુકસાન પહોંચાડે છે, પણ તેમની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે.
હાઈકોર્ટે કહ્યું કે, ઐશ્વર્યા બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોનું કોઈ પણ ઉલ્લંઘન જનતામાં આ ભ્રમ ઊભો કરશે કે તે કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસનું સમર્થન અથવા સ્પોન્સર કરી રહી છે, તેનાથી તેમની પ્રતિષ્ઠા અને છબિ પર આંચ આવે છે અને તેમની ગુડવિલને નુકસાન પહોંચાડે છે. કોર્ટે એવું પણ કહ્યું કે કોઈ પણ માણસની ઓળખ અને ઈજ્જત તેના જીવનનો મહત્ત્વનો ભાગ છે. આવા સમયે પરમિશન વિના તેનો ઉપયોગ કરી તેમના જીવન અને ગરિમાના અધિકારોનું ઉલ્લંઘન છે. આ આદેશ પર્સનાલિટી રાઈટ્સને લઈને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ અગાઉ પણ ઘણી વાર સેલિબ્રિટીઝ પોતાની ઓળખનો ખોટો ઉપયોગ કરવાની ફરિયાદ કરતા રહ્યા છે.
ઐશ્વર્યા રાય ઉપરાંત અભિષેક બચ્ચને પણ પર્સનાલિટી રાઈટ્સ માટે કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. તેમના પહેલા તેમના પિતા પણ પોતાના હક માટે કોર્ટમાં પહોંચ્યા હતા.
આ લિસ્ટમાં અનિલ કપૂરથી લઈને જેકી શ્રોફ સુધીના નામ આવે છે, જે પોતાનો અવાજ, તસવીર, ડાયલોગ અને છબિનો ખોટો ઉપયોગ કરનારા વિરુદ્ધ કોર્ટ પહોંચ્યા હતા.
