
ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો.અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો ૩૦થી ૪૦ નો વધારા.દેશની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો ૩૦થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે. આ ખાસ કરીને, ચોમાસામાં વેલાના શાકભાજી આવતા હોય છે. ત્યારે ભારે વરસાદમાં વેલા ધોવાઈ જતા શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે.
શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તો શાકભાજીના વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે જે રાજ્યોમાં વધારે વરસાદ ખાબક્યો છે. ત્યાં શાકભાજીના ઉત્પાદન અસર થઈ છે. તે રાજ્યોમાંથી શાકભાજીનો જથ્થો ઓછો આવતા ભાવ ઉંચકાયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેતરો જળમગ્ન થતા પાક બગડ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો ૩૦થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે.
