
સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્ના કરવા ખડગે દ્વારા ટકોર કરાઇ હતી.કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓના ક્લાસ લીધા છે. કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મસ બતાવવા અલ્ટિમેટમ આપ્યું છે. નવી નિમણૂકમાં ૯ જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્રીય નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે.
હોદ્દા લઇને ઘરે બેસી રહેશો તે નહીં ચાલે, તેવો સ્પષ્ટ સંદેશો તેમણે આપ્યો છે. સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા ટકોર કરાઇ છે. ૯ જેટલા પ્રમુખોની કામગીરીને બિરદાવાઈ છે. દેવભુમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે. નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને ૯૦ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી છે. પ્રમુખોની કામગીરીનું સીધુ મોનિટરીંગ દિલ્લી કેન્દ્રીય નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ટકોર બાદ પણ જૂનાગઢ-કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી સામે આવી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા છે. રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી છે. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર રહ્યા ન હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે, જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે. બીજી બાજુ, પ્રતાપ દૂધાતની ગેરહાજરી પર લાલજી દેસાઇનું નિવેદન સામે આવ્યું છે કે, આ અમારી આંતરિક બાબત છે. પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે.
અમરેલીના જીલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી મામલે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રતાપ દુધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ હાજર રહ્યા નથી. કે.સી. વેણુગોપાલે કોઈપણ પ્રમુખના નામજાેગ ટિપ્પણી કરી નથી.
