
પૃષ્ટિ સાહિત્ય સેવા અને સમાજ સેવા ક્ષેત્રમાં ૯૧ વર્ષની ઉંમરે પણ યોગદાન આપી રહેલા રાયપુરના શ્રી હિંમતભાઈ ચિતલિયાજીને હાલ મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિધાપીઠ દ્વારા ‘સેવા મૂર્તિ’ એવૉર્ડ રાજકોટ કુવાડવાના શ્રી ગુરુદત્ત મઠના સંસ્થાપક સંત યતિ બ્રહ્મદેવજી મહારાજના હસ્તે આપવામાં આવ્યો એ વેળાની તસવીરમાં ગુરુદેવની સુપુત્રી શ્રી બાલામ્બા દેવી તથા વિદ્યાપીઠના કાર્યકારી સચિવ આકાશ સોમપુરા.
મુંબઈ: સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિદ્યાપીઠનો પ્રતિષ્ઠિત ‘સેવા મૂર્તિ સન્માન’ એવૉર્ડ પૃષ્ટિ સંપ્રદાયમાં આદરણીય નામ ધરાવતા રાયપુરવાસી સામાજિક કાર્યકર અને ૯૧ વર્ષીય શ્રી હિંમતભાઈ ચિતલિયાને તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યો.આ પુરસ્કાર મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિદ્યાપીઠ મહાનુભાવ સમિતિ દ્વારા ગુજરાતના જાણીતા સંત યતિ શ્રી બ્રહ્મદેવજી મહારાજ (શ્રી ગુરુદત્ત મઠ, કુવાડવા, રાજકોટ)ના હસ્તે આપવામાં આવ્યો હતો. છેલ્લાં થોડાં સપ્તાહ દરમિયાન મલાડ ખાતે પોતાના પુત્રના નિવાસસ્થાને આવેલા વૈષ્ણવ સાહિત્યકાર શ્રી હિંમતભાઇ ચિતલિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે યુવાનીના આરંભથી સેવા શરૂ કરી અને ત્યાર બાદ રોટરી ક્લબ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જીવનભર સમાજ સેવામાં યોગદાન આપ્યું. તેમણે ચંપારણમાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક ખાતે એક આશ્રમમાં ભગવાનની સેવા કરવાનું ચાલુ રાખ્યું અને ચંપારણમાં વલ્લભનિધિ કદ્દમ આશ્રમના નવીનીકરણમાં મહત્ત્વપૂર્ણ નાણાકીય યોગદાન આપ્યા બાદ નિવૃત્તિ દરમિયાન ૧૫ વર્ષ સુધી ત્યાં રહી યાત્રાળુઓ માટે વિવિધ વ્યવસ્થાનું આયોજન કરવામાં કપરી મહેનત સાથે સહભાગી બન્યા. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેમણે પુષ્ટિમાર્ગ સાહિત્યની ઘણી ઉત્કૃષ્ટ કૃતિઓનું સર્જન કર્યું છે અને કરી રહ્યા છે. તેમનું દુર્લભ વ્યક્તિત્વ પંચામૃતની જેમ સાદગી, નમ્રતા, નિ:સ્વાર્થ સેવા, સમર્પણ અને પ્રેમનો અનોખો સંગમ છે. પૃષ્ટિ સાહિત્ય સેવા અને સમાજ સેવા ક્ષેત્રમાં ૯૧ વર્ષની ઉંમરે પણ યોગદાન આપી રહેલા રાયપુરના શ્રી હિંમતભાઈ ચિતલિયાજીને હાલ મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિધાપીઠ દ્વારા ‘સેવા મૂર્તિ’ એવૉર્ડ રાજકોટ કુવાડવાના શ્રી ગુરુદત્ત મઠના સંસ્થાપક સંત યતિ બ્રહ્મદેવજી મહારાજના હસ્તે આપવામાં આવ્યો એ વેળાની તસવીરમાં ગુરુદેવની સુપુત્રી શ્રી બાલામ્બા દેવી તથા વિદ્યાપીઠના કાર્યકારી સચિવ આકાશ સોમપુરા.
