
વાયરલ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ પણ ફેલાઇ રહ્યા છે.અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, વાયરલ ના કેસમાં પણ વધારો.પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ મનપા દ્વારા આપવામાં આવતું પાણી પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે . અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત UHC, CHC અને ૩ હોસ્પિટલમાં દરરોજ આશરે ૧૮ હજારની ઓપીડી નોંધાઈ રહી છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અત્યારે વાયરલના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ડબલ ઋતુ હોવાના કારણે શરદી, તાવ , ઉધરસ
જેવા રોગોના ૩૫૦૦ જેટલા કેસ સામે આવી રહ્યા છે. વાયરલ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ પણ ફેલાઇ રહ્યા છે.
રોગચાળાના આંકડા જાેઈએ તો ચાલુ માસના ૨૦ દિવસમાં મેલેરિયાના ૧૨૧ કેસ, ડેન્ગ્યુના ૨૯૬ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૮૬ કેસ અને કમળાના ૨૭૬ કેસ નોંધાયા છે તો ટાઈફોઈડના ૨૫૯ કેસ અને કોલેરા ૩ કેસ નોંધાયા છે.પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ મનપા દ્વારા આપવામાં આવતું પાણી પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ક્લોરિન ટેસ્ટ માટે લેવામાં આવેલા ૩૫ હજાર સેમ્પલ પૈકી ૨૫ સેમ્પલ ફેલ થયા છે.. બેક્ટેરિયલ ટેસ્ટ માટે લેવામાં આવેલા ૪૯૦૦ થી વધારે સેમ્પલ લેવાયા જે પૈકી ૮૩ સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે




