
આર્થિક મદદ રોકવા ચીમકી ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયાના પ્રમુખ પેટ્રોને ડ્રગ્સના દાણચોર કહ્યા યુએસ તરફથી નોંધપાત્ર આર્થિક મદદ તેમજ સબસિડી મળી રહી હોવા છતાં પેટ્રો તેને રોકવા માટે કંઈ જ કરી રહ્યા નથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેટિન અમેરિકાના દેશ કોલંબિયાના વડા ગુસ્તાવો પેટ્રોને ગેરકાયદે ડ્રગ ડીલર ગણાવ્યા અને સાથે જ અમેરિકા દ્વારા અપાતી આર્થિક મદદ રોકવાની ચિમકી પણ ઉચ્ચારી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો ગેરકાયદે ડ્રગ્સના દાણચોર છે, તેઓ એક નિષ્ફળ તથા બિનલોકપ્રિય નેતા છે. જાે કોલંબિયા ડ્રગ્સના વધી રહેલા દુષણ સામે કાર્યવાહી નહીં કરે તો અમેરિકા તેની સામે પગલાં લઈ શકે છે. ટ્રમ્પે રવિવારે ફ્લોરિડા સ્થિત તેના માર-એ-લાગો રિસોર્ટ ખાતે આ નિવેદન કર્યું હતું.ટ્રમ્પે ઉમેર્યું કે, પેટ્રો અમેરિકા વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. તેમણે તાત્કાલિક ધોરણો ‘મોતના ખેતરો’ બંધ કરવા જાેઈએ અન્યથા યુએસ તેને બંધ કરશે. પેટ્રો તેમના દેશમાં નાના તથા મોટા ખેતરોમાં ડ્રગ્તની ખેતીને પ્રોત્સાહન આપે છે. હવે આ કોલંબિયાનો સૌથી મોટો વેપાર બની ગયો છે. યુએસ તરફથી નોંધપાત્ર આર્થિક મદદ તેમજ સબસિડી મળી રહી હોવા છતાં પેટ્રો તેને રોકવા માટે કંઈ જ કરી રહ્યા નથી. આ અમેરિકા સાથે સૌથી મોટો દગો છે.
