
બંને પડોશી દેશ એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીઝફાયર માટે સંમત થયા સીઝફાયરની સમજૂતીથી અલગ અફઘાન લોકોના હૃદયમાં પાકિસ્તાનના નાપાક હુમલાનું દર્દ કાયમ છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે કતારના દોહામાં વાતચીત થઈ છે. આ દરમિયાન બંને દેશો તાત્કાલિક શસ્ત્રવિરામ (સીઝફાયર) માટે સહમત થઈ ગયા છે, આ માહિતી કતારના વિદેશ મંત્રાલયે આપી છે. જાેકે, સીઝફાયરની સમજૂતીથી અલગ અફઘાન લોકોના હૃદયમાં પાકિસ્તાનના નાપાક હુમલાનું દર્દ કાયમ છે. કેમ કે ૪૮ કલાકના શસ્ત્રવિરામ પર સંમતિ પછી પણ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકામાં હવાઇ હુમલો કર્યાે, જેમાં ઓછામાં ઓછા ૧૦ અફઘાન નાગરિકોના મોત થયા, જેમાં ત્રણ અફઘાન ક્રિકેટરો પણ સામેલ હતા. આ અફઘાન ક્રિકેટરો સહિત તમામ મૃતક નાગરિકોની અંતિમવિધિમાં હજારો અફઘાન લોકો સામેલ થયા હતા. મીડિયા અહેવાલ મુજબ, બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવા માટે કતાર અને તુર્કીયેની મધ્યસ્થીમાં દોહામાં શનિવારે વાતચીત થઈ. ત્યાર પછી કતારના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને પક્ષ ત્વરિત યુદ્ધવિરામ અને બંને દેશોની વચ્ચે સ્થાયી શાંતિ અને સ્થિરતાને મજબૂત કરવા માટે તંત્રની સ્થાપના પર સહમત થયા છે. દોહામાં વાતચીતમાં ભાગ લીધા પછી પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે પુષ્ટિ કરી કે શસ્ત્રવિરામ(સીઝફાયર) પર સમજૂતિ થઈ ગઈ છે. બંને દેશો ફરીથી ૨૫મી ઓક્ટોબરે ઇસ્તાંબુલમાં મળશે. આ સાથે આસિફે એક પોસ્ટ કરીને કહ્યું કે, અફઘાનિસ્તાનથી સંચાલિત પાકિસ્તાનની ધરતી પર આતંકવાદ તરત જ બંધ થઈ જશે. બંને પડોશી દેશ એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરશે. જાેકે, પાકિસ્તાનનો ભૂતકાળ જાેતાં અફઘાનોને હજુ પણ શંકા છે.
