
દિવાળીની ખરીદી બાદ ભાવ સોનાના ભાવ ગગડ્યા! એક ઝાટકે ૧૭ હજાર રૂપિયા સસ્તું થયું ચાંદી સોનાની કિંમતમાં ૫,૦૦૦ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાતા તહેવારોમાં ખરીદીની શાનદાર તક ઊભી થઈ દિવાળીના શુભ પર્વની ઉત્સાહભેર ઉજવણી વચ્ચે સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાંદી ૧૭,૦૦૦ રૂપિયા સસ્તી થઈ છે, જ્યારે સોનાની કિંમતમાં ૫,૦૦૦ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે આ તહેવારોમાં ખરીદીની શાનદાર તક ઊભી થઈ છે.
અહેવાલો અનુસાર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MCX) પર ૧૬મી ઓક્ટોબરના રોજ ચાંદીનો ભાવ ૧ લાખ ૭૦ હજાર રૂપિયાને વટાવી ગયો હતો, પરંતુ આજે (૨૦મી ઓક્ટોબર) તે ઘટીને ૧ લાખ ૫૩ હજાર રૂપિયા થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે ભાવ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી ૧૭,૦૦૦ રૂપિયા ઘટી ગયો છે. ફક્ત આજે જ ચાંદીનો ભાવ પ્રતિ કિલો આશરે ૪ હજાર રૂપિયા ઘટ્યો છે.
MCX પર સોનાની વાત કરીએ તો ૧૬મી ઓક્ટોબરના રોજ સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧,૩૨,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું હતું, પરંતુ આજે (૨૦મી ઓક્ટોબર) તે ૧ લાખ ૨૬ હજાર રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે સોનાનો ભાવ તેના રેકોર્ડ ઊંચા ભાવથી ૫ હજાર રૂપિયાથી વધુ ઘટી ગયો છે. જાે કે, આજે તેના ભાવમાં થોડો વધારો જાેવા મળી રહ્યો છે.
ભારતીય બુલિયન માર્કેટ (IBJA)માં સોનાના ભાવમાં અચાનક ઘટાડો જાેવા મળ્યો છે. ૧૭મી ઓક્ટોબરે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૩૦,૮૩૪ રૂપિયા હતો, પરંતુ આજે (૨૦મી ઓક્ટોબર) તે ઘટીને ૧,૨૬,૭૩૦ રૂપિયા થઈ ગયો છે. આ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૪,૦૦૦ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, IBJA પર સોનાના દર ૧૭મી ઓક્ટોબરથી અપડેટ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૩ કેરેટ સોનું ૪,૦૦૦ રૂપિયા ઘટીને ૧,૨૬,૨૨૩ રૂપિયા થયું છે. ૨૨ કેરેટ સોનું આજે ૩,૦૦૦ રૂપિયાથી વધુ ઘટીને ૧,૧૬,૦૮૫ રૂપિયામાં ઉપલબ્ધ છે. ૧૮ કેરેટ સોનું ૩,૦૦૦ રૂપિયા ઘટીને ૯૫,૦૪૮ રૂપિયામાં ઉપલબ્ધ છે.
૧૭મી ઓક્ટોબરના રોજ IBJA પર ચાંદીનો ભાવ ૧,૭૧,૨૭૫ રૂપિયા પ્રતિ કિલો હતો. જાેકે, આજે તેનો ભાવ ૧૧,૦૦૦ રૂપિયાથી વધુ ઘટીને ૧,૬૦,૧૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે ચાંદી ખરીદનારાઓ માટે આ એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, IBJA.Com પર અપડેટ કરાયેલા દરો ય્જી્ અને મેકિંગ ચાર્જ વગરના છે. જ્યારે તમે ઘરેણાં ખરીદો છો ત્યારે મેકિંગ ચાર્જ અને ટેક્સ વસૂલવામાં આવશે.
