
સ્નેહા તૌરાની ફિલ્મનું દિગ્દર્શન કરશે સૈફ અને પુલકિત સમ્રાટ નવી ફિલ્મમાં સ્ક્રીન શેર કરશે
સ્નેહા તૌરાનીએ આ પહેલાં રણબીરપ કપૂરની ‘વેક એપ સિડ’ અને ‘અજબ પ્રેમકી ગજબ કહાની’માં સહ-દિગ્દર્શક તરીકે કામ કર્યું હતુ
સૈફ અલી ખાન અને પુલકિત સમ્રાટ પ્રથમ વખત અક ફિલ્મમાં સાથે જાેવા મળવાના છે આ ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાની અને અક્ષય પુરીનું હશે. તેમ જ દિગ્દર્શન રમેશ તૌરાનીની પુત્રી સ્નેહા તૌરાની કરશે.ફિલ્મનું મુહૂર્ત ૨૭મી ઓક્ટોબરે કરી દેવાયું છે. જાેકે, હિરોઈન સહિતની અન્ય કાસ્ટની વિગતો હજુ પ્રગટ કરાઈ નથી. સૈફ અગાઉ તૌરાની બેનરની ‘રેસ ‘ અને ‘રેસ ટુ’માં કામ કરી ચૂક્યો છે. સ્નેહા તૌરાનીએ આ પહેલાં રણબીરપ કપૂરની ‘વેક એપ સિડ’ અને ‘અજબ પ્રેમકી ગજબ કહાની’માં સહ-દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તે સની કૌશલની એક ફિલ્મ ‘ભાંગડા પા લે ‘નું દિગ્દર્શન કરી ચૂકી છે.




