
માથા પર સ્કાર્ફ બાંધીને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી “ઇક કુડી” ફિલ્મની રિલીઝ પહેલા શહેનાઝ ગિલ સુવર્ણ મંદિર પહોચી આ ફિલ્મ ૩૧ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, અને અભિનેત્રીના ચાહકો તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે
પંજાબી અને બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ હાલમાં તેની ફિલ્મ ‘ઇક્ક કુડી’ માટે સમાચારમાં છે. અભિનેત્રીની ફિલ્મ ૩૧ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. તે હાલમાં ફિલ્મનું જાેરશોરથી પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન, તેણી અમૃતસરની મુલાકાત લીધી, જ્યાં તેણીએ સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા. તેના કામ ઉપરાંત, શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે, જ્યાં તે તેની આગામી ફિલ્મો વિશે દરેક અપડેટ ચાહકો સાથે શેર કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની ફિલ્મના પ્રમોશન માટે અમૃતસરની મુલાકાત લીધી હતી. તેણીએ સુવર્ણ મંદિરની પણ મુલાકાત લીધી અને પ્રાર્થના કરી. અભિનેત્રીએ લીલા રંગનો સૂટ પહેર્યાે છે અને તેના માથા પર મેચિંગ દુપટ્ટો લપેટ્યો છે.શહેનાઝ ગિલની ફિલ્મ ‘ઇક કુડી’ વિશે વાત કરીએ તો, તે એક પંજાબી ફિલ્મ છે જેની વાર્તા અભિનેત્રીની આસપાસ ફરે છે.
ફિલ્મમાં, શહેનાઝ પોતાના માટે વર શોધતી જાેવા મળે છે. આ ફિલ્મ ૩૧ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, અને અભિનેત્રીના ચાહકો તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. અગાઉ, અભિનેત્રી ‘થેંક યુ ફોર કમિંગ’માં જાેવા મળી હતી.શહેનાઝ ગિલે પંજાબી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેણીએ પહેલા મોડેલિંગ કર્યું અને પછી અભિનયમાં પ્રવેશ કર્યાે. જાેકે, તેણીને સલમાન ખાનના શો ‘બિગ બોસ ૧૩’ દ્વારા ખરી ઓળખ મળી. આ શોએ શહેનાઝને રાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ત્યારબાદ તેણે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.




