
રશિયાએ શુક્રવરે રાતથી લઈન શનિવારે સવાર સુધી યુક્રેન પર ૪૫૦ ડ્રોન અને ૪૫ મિસાઈલ વડે ભીષણ હુમલો કર્યો હતોયુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું યુદ્ધ અમેરિકાના અનેક રાજદ્વારી પ્રયાસો છતાં અટકવાનું નામ નથી લઈ રહ્યું. બંને દેશો તાજેતરમાં પરસ્પર ઉર્જા માળખાને નિશાન બનાવી રહ્યા છે. યુક્રેને રવિવારે બોર્ડર નજીક રશિયાના બે શહેરો પર હુમલો કર્યાે હોવાની રશિયન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી.યુક્રેને રશિયા બે શહેરોમાં હુમલો કરીને વીજ અને હીટિંગ સેવા ખોરવી નાખી હતી. બીજીતરફ યુક્રેનના ટોચના રાજદ્વારીએ મોસ્કો દ્વારા ઈરાદાપૂર્વક કિવની પરમાણુ સુરક્ષાને જાેખમમાં મુકવાનો આક્ષેપ કર્યાે હતો. અગાઉ શુક્રવારે રશિયાએ સંખ્યાબંધ ડ્રોન તથા મિસાઈલ વડે બે પરમાણુ ઉર્જા મથકોના સબસ્ટેશન પર હુમલો કર્યાે હતો. યુક્રેને વળતો જવાબ આપતાં રશિયાના વોરોનેઝમાં ડ્રોન વડે હુમલો કર્યાે હતો અને કેટલાક ભાગોમાં વીજ પરુવઠો ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત ઠંડીથી રક્ષણ આપતી હીટિંગ લાઈન પર પણ હુમલો કરયો હોવાનું સ્થાનિક ગર્વનર એલેક્ઝાન્ડર ગુસેવે જણાવ્યું હતું. શનિવારે મિસાઈલ હુમલાને લીધે રશિયાના બેલ્ગોરોડમાં પાવર અને હીટિંગ સેવાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સેનાએ રવિવારે યુક્રેનના ૪૪ ડ્રોનને ઈન્ટરસેપ્ટ કર્યા હતા તથા નષ્ટ કર્યા હતા.આ ડ્રોન રાત્રે દક્ષિણપશ્ચિમ રશિયા પરથી ઉડી રહ્યા
હતા. યુક્રેન કુલ કેટલા ડ્રોન છોડ્યા હતા તેની વિગતો મોસ્કોએ આપી નહતી. રશિયાએ શુક્રવરે રાતથી લઈન શનિવારે સવાર સુધી યુક્રેન પર ૪૫૦ ડ્રોન અને ૪૫ મિસાઈલ વડે ભીષણ હુમલો કર્યાે હતો. યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રે સિબિહાએ આક્ષેપ કર્યાે કે, રશિયાએ ખમેલનિત્સકી અને રિવ્ને પરમાણુ સબસ્ટેશનોને નિશાન બનાવ્યા હતા. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રવિવારે યુએસના તેના સમકક્ષ માર્કાે રુબિયોને મળીને યુક્રેન યુદ્ધ તથા દ્વિપક્ષીય સંબંધો સુધારવા મુદ્દે ચર્ચા કરવા તૈયારી દર્શાવી હતી. લાવરોવે જણાવ્યું કે, માર્કાે રુબિયો અને હું નિયમિત સંવાદની જરૂર સમજી શકીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, રશિયાના હિતોને ધ્યાનમાં લીધા વગર શાંતિ પ્રાપ્ત થઈ શકે નહીં. મોસ્કોએ યુક્રેન સમક્ષ પોતાની માગણીઓ પર અડગ રહેવાનો આડકતરો ઈશારો કર્યાે હતો.




