
ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ સીધી વિમાની સેવાનો પ્રારંભચાઈના ઈસ્ટર્ન એરલાઈનના મતે તે શાંઘાઈ-દિલ્હી રૂટ પર સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાણ ભરશેભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી સીધી ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરાયો છે. ચીનની એરલાઈન ચાઈના ઈસ્ટર્ન એરલાઈને રવિવારે શાંઘાઈ-દિલ્હી રૂટ પર સેવા શરૂ કરી છે. રવિવારે શાંઘાઈના પુડોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઈટ એમયુ૫૬૩એ ૨૪૮ પેસેન્જર્સ સાથે દિલ્હી માટે ઉડાણ ભરી હતી. ભારતની એરલાઈન ઈન્ડિગો પણ ૧૦ નવેમ્બરથી દૈનિક ધોરણે દિલ્હી-ગ્વાંગઝોઉ સેવાનો પ્રારંભ કરશે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન સૌપ્રથમ ચીન સ્થિત એરલાઈન છે જેણે ૨૦૨૫માં ભારત અને ચીન વચ્ચે સીધી વિમાની સેવાનો પ્રારંભ કર્યાે છે. શાંઘાઈ-દિલ્હીની ફ્લાઈટ ૯૫ ટકા મુસાફરોથી ભરાઈ ગઈ હતી. શાંઘાઈ-દિલ્હી રૂટ બે મુખ્ય આર્થિક મહાસત્તાઓ વચ્ચે મહત્વનો છે અને હવે સીધી ફ્લાઈટ સુવિધાને લીધે આગામી
સમયમાં વેપાર, આર્થિક તથા સાંસ્કૃતિક આદાપ્રદાનમાં વેગ જાેવા મળી શકે છે.કોરોનાકાળમાં સેવા સ્થગિત થયા બાદ ઈન્ડિગોએ ૨૬ ઓક્ટોબરના કોલકાતાથી ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝોઉ ખાતે ફ્લાઈટનું સંચાલન કરતા ભારત ચીન વચ્ચે વિમાની સેવા પુન: કાર્યરત થઈ હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારત અને ચીનના લશ્કર વચ્ચે ગલવાનમાં થયેલા ઘર્ષણ બાદ વિમાની સેવા સ્થગિત કરવામાં આવી હતી. ચાઈના ઈસ્ટર્ન એરલાઈનના મતે તે શાંઘાઈ-દિલ્હી રૂટ પર સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાણ ભરશે. બજારની માગ મુજબ ફ્લાઈટની ળિક્વન્સીમાં વધારો કરાશે.




