
મોંઘવારી દર ઘટ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યોશાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને ૦.૨૫% થયોસપ્ટે.માં ૧.૫૪ CPI ની સામે ઓક્ટોબરમાં ૧.૧૯ ટકા નોંધાયાદેશમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ અને શાકભાજી તેમજ ફળોની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ઓક્ટોબર-૨૦૨૫માં મોંઘવારી દર ઘટ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. સરકારી આંકડા મુજબ, વસ્તુઓ અને સેવાઓની સરેરાશ કિંમતમાં થયેલા ફેરફારો દર્શાવતા ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI- કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ) આધારિત છૂટક ફુગાવો ૫.૦૨ ટકા નોંધાયો છે, જ્યારે આ આંકડો ઓક્ટોબર ૨૦૨૪માં ૬.૨૧ ટકા હતો.
આંકડા મુજબ છૂટક ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં ૧.૪૪ ટકા નોંધાયો હતો, જ્યારે આ દર ઓક્ટોબર-૨૦૨૪માં ૬.૨૧ ટકા હતો. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના ઓક્ટોબરમાં છૂટક ફુગાવામાં ૧.૧૯ ટકાનો ઘટાડો થયો છે, જે સામાન્ય પ્રજા માટે મોટી રાહતની વાત છે.
છૂટક ફુગાવાના આંકડા જાહેર કરનારી કેન્દ્રીય રાષ્ટ્રીય સાંખ્યેતીક કાર્યાલય (NSO)એ કહ્યું કે, ૨૦૨૫ દરમિયાન ય્જી્માં કપાત, તેલ, શાકભાજી, ફળો, ફૂટવેર, અનાજ, પરિવહન અને ઈંડાના ભાવમાં ઘટાડો થવાના કારણે કુલ ફુગાવો અને ખાદ્ય ફુગાવોમાં ઘટાડો થયો હોવાના મુખ્ય કારણ છે.
ઓક્ટોબરમાં શાકભાજીની છૂટક કિંમત વાર્ષિક આધારે ૨૭.૫૭ ટકા, દાળ અને દાળ સંબંધીત ઉત્પાદનોના ભાવ ૧૬.૧૫ ટકા, મસાલાના ભાવ સરેરાશ ૩.૨૯ ટકા ઘટ્યો હતો, જ્યારે ખાદ્ય તેલોમાં વાર્ષિક આધારે છૂટક કિંમત ૧૧.૧૭ ટકા, ફળોની કિંમતમાં ૬.૬૯ ટકા વધી હતી.




