
ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે રેડગાંધીનગરમાં ત્રણ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડાઆઈટી ટીમ દ્વારા તેમના ઘરે દસ્તાવેજાેની ચકાસણી, સંપત્તિ સહિતના પુરાવાઓની તપાસ કરી રહી હતીગાંધીનગરથી મોટા સમાચાર આવ્યા છે. શહેરમાં ૩ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સેક્ટર ૨૬ કિસાનનગરમાં સહિત અન્ય બે જગ્યાઓ પર દરોડા પડ્યા છે. વહેલી સવારથી ૈં્ વિભાગે દરોડા કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે દરોડા પડ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય નેશનલ જનતા દળના સ્થાપ સંજય વિઠ્ઠલભાઈ ગજેરા શહેરના ૨૬ નંબરના સેક્ટરમાં કિસાન નગરમાં રહે છે. આજે સવારે આવકવેરા વિભાગના અધિકરીઓની ટીમે તેમના ઘરે પહોંચી હતી. આઈટી ટીમ દ્વારા તેમના ઘરે દસ્તાવેજાેની ચકાસણી, સંપત્તિ સહિતના પુરાવાઓની તપાસ કરી હતી.
અત્રે જણાવવાનું કે જે રાજકીય પક્ષો ચૂંટણીમાં ઓછા મત મેળવે છે તેમને Registered Unrecognized Political Parties જ(અમાન્ય) ગણવામાં આવે છે. એટલે કે આ પક્ષ ચૂંટણીમાં પંચમાં નોંધાયેલા તો હોય છે પરંતુ ઓછા મતો મળવાના કારણે માન્યતા મળતી નથી. ગુજરાતમાં આવા નોંધાયેલા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં થયેલી લોકસભા ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીમાં ૨૨ હજાર જેટલા મતો મળ્યા હતા. એડીઆર રિપોર્ટ મુજબ ૨૦૧૯-૨૦થી ૨૦૨૩-૨૪ સમય દરમિયાન ૫ પક્ષો જેટલા ભેગા થઈને કુલ આવક ૨૩૧૬ કરોડ છે જ્યારે એક વર્ષની આવક ૧૧૫૮ કરોડ.
તમને જાણીને નવાઈ લાગશે કે દેશમં આવા ટોચના ૧૦ કમાણી કરતા રાજકીય પક્ષોમાં ગુજરાતના ૫ પક્ષોનો સમાવેશ થાય છે અને એમાં પણ જ્યાં દરોડા પડ્યા છે તે ભારતીય નેશનલ જનતા દળ ૯૫૭ કરોડની આવકની દ્રષ્ટિએ ટોચ પર છે.




