
અમેરિકાના કોઈપણ એક રાજ્યમાં ગૂગલનું આ સૌથી મોટું રોકાણ રહેશેટેક્સાસમાં ગૂગલ રૂ.૩.૫૫ લાખ કરોડના ખર્ચે વિસ્તરણ કરશેટેક્સાસ એઆઈના વિકાસ માટેનું કેન્દ્રબિંદુ છે, જ્યાં કંપનીઓ નવીનતાને વિસ્તરતી ઊર્જા સાથે જાેડી શકે છેયુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્થાનિક કંપનીઓને અમેરિકામાં જ રોકાણ કરવાની ટકોર બાદ ગૂગલે આ વાત પર અમલ કર્યાે છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ૪૦ અબજ ડોલર (રૂ. ૩.૫૫ લાખ કરોડ)ના ખર્ચે ટેક્સાસમાં વિસ્તરણની જાહેરાત કરી છે.
અમેરિકાના કોઈ એક રાજ્યમાં આ ગૂગલનું સૌથી મોટું રોકાણ રહેશે. ગુરુવારે મિડલોથિયનમાં ગર્વનર ગ્રેગ એબોટ્ટની હાજરમાં ગૂગલે આ જાહેરાત કરી હતી.ગૂગલ રોકાણ યોજના અંતર્ગત તેના વિકસી રહેલી ક્લાઉડ તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કામગીરી માટે ત્રણ નવા ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપશે. આ સુવિધાને ટેક્સાસ ગ્રીડને મજબૂત બનાવવા, વિદ્યાર્થીઓ, એપ્રેન્ટિસ અને કુશળ કામદારોને તાલીમ આપવાના કાર્યક્રમો સાથે જાેડવામાં આવશે. ટેક્સાસ એઆઈના વિકાસ માટેનું કેન્દ્રબિંદુ છે, જ્યાં કંપનીઓ નવીનતાને વિસ્તરતી ઊર્જા સાથે જાેડી શકે છે. અમેરિકા એઆઈની ક્રાંતિમાં મોખરે રહે તેની આપણે ખાતરી કરવી જાેઈએ, ટેક્સાસમાં તે શક્ય છે તેમ એબોટ્ટે જણાવ્યું હતું.સુંદર પિચાએ ઉમેર્યું કે, ટેક્સાસમાં બધુ વિશાળ છે.
આ રોકાણ થકી રાજ્યમાં હજારો રોજગારીનું સર્જન થશે, કોલેજના વિદ્યાર્થીઓ અને ઈલેક્ટ્રિકલ એપ્રેન્ટિસોને કુશળ બનવાની તાલીમ મળશે તથા સમગ્ર ટેક્સાસમાં પરવડે તેવી ઊર્જાને બળ મળશે. ટેક્સાસ પ્રમુખ ઊર્જા કંપનીઓનું હબ છે. ઓસ્ટિનમાં ટેસ્લાની ગિગાફેક્ટરી ઉપરાંત એમેઝોન અને મેટાના ડેટા સેન્ટર્સ અહીં સ્થિત છે. ક્લાઉડ માળખા સહિત હાઈ-ટેક ઉત્પાદનને આ રાજ્ય આકર્ષી રહ્યું છે. નિષ્ણાતોના મતે ગૂગલના વિસ્તરણથી ટેક્સાસ ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ અને કુશળ કાર્યબળ ધરાવતું રાજ્ય હોવાની તેની છબિ દ્રઢ બનશે.




