
અમદાવાદના જાહેરનામા પર શહેરીજનોમાં ચર્ચા.શહેરમાં એક પણ ટ્રેક નહીં છતાં વિશ્વના ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદ સામેલ.અમદાવાદમાં જે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા સાયકલ ટ્રેક પૈકી મોટાભાગના ટ્રેક છે જ નહીં.વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરો માટે સર્વે કરતા કોપનહેગનાઈઝ ઈન્ડેકસના ૨૦૨૫ના રિપોર્ટમાં વિશ્વના ૧૦૦ શહેરોમાં અમદાવાદનો સમાવેશ કરાયો હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવો કરવામા આવ્યો છે.
અમદાવાદમાં જે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા સાયકલ ટ્રેક પૈકી મોટાભાગના ટ્રેક છે જ નહીં છતાં અમદાવાદને સાયકલ ફ્રેન્ડલી શહેર કઈ રીતે જાહેર કરાયુ એ બાબત શહેરીજનોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે. રિપોર્ટમાં શહેરોનું મૂલ્યાંકન ત્રણ મુખ્ય આધારસ્તંભ ઉપર કરવામાં આવ્યુ હતુ. જેમાં સેફ એન્ડ કનેકટ ઈન્ફ્રાસ્ટ્રકચર, યુસેજ એન્ડ રીચ તથા પોલીસી અને સપોર્ટની બાબતને લઈ એનાલીસીસ કરવામાં આવ્યું હતું.
સુરક્ષિત સાયકલ ટ્રેક, બાઈક પાર્કિંગ, દૈનિક સાયકલ ટ્રીપ્સનું પ્રમાણ, મહિલાઓનું સાયકલિંગમાં શેરીંગ જેવા અલગ અલગ તેર પેરામીટરને ઘ્યાનમાં લેવામાં આવ્યા હતા.
અમદાવાદનો સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયાની જાહેરાતથી ખુદ મ્યુનિ.ભાજપના પદાધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. તેમના કહેવા મુજબ સાયકલ ટ્રેક તો જાેવા મળતા નથી તો કયા આધારે આ પ્રકારની જાહેરાત કરાઈ હશે.




