
૨૦મા G-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશેવડાપ્રધાન મોદી G-૨૦ સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયાઆ સંમેલનમાં વડાપ્રધાન ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે અને વિશ્વના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની મુલાકાતે જવા રવાના થયા છે. તેઓ અહીં ૨૧ નવેમ્બરથી ૨૩ નવેમ્બર દરમિયાન આયોજિત થઈ રહેલા ૨૦મા ય્-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં વડાપ્રધાન મોદી ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે અને વિશ્વના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
દક્ષિણ આફ્રિકાની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, “હું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર જ્હોનિસબર્ગમાં આયોજિત ૨૦મા G-૨૦ લીડર્સ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યો છું.” પીએમ મોદીએ આ સમિટને ખાસ ગણાવતા કહ્યું કે, “આ એક વિશેષ સમિટ હશે કારણ કે આ આફ્રિકામાં યોજાનારી પ્રથમ ય્-૨૦ સમિટ છે.” તેમણે યાદ અપાવ્યું કે ૨૦૨૩માં ય્-૨૦ની ભારતની અધ્યક્ષતા દરમિયાન જ, આફ્રિકન યુનિયન G-૨૦નું કાયમી સભ્ય બન્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ત્રણ મુખ્ય સત્રોને સંબોધિત કરી શકે છે, જેમના વિષય નીચે મુજબ છે: પ્રથમ સત્ર: સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસ, જેમાં કોઈ વંચિત ન રહે.
બીજું સત્ર: એક ગતિશીલ વિશ્વ – G૨૦નું યોગદાન (આપત્તિ જાેખમ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત).
ત્રીજું સત્ર: બધા માટે નિષ્પક્ષ અને ન્યાયી ભવિષ્ય.
આ ઉપરાંત, વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ઇન્ડિયા-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (ૈંમ્જીછ) લીડર્સ બેઠકમાં પણ ભાગ લેશે.




