
સગાઈ અંગે મુન્નાભાઈ સ્ટાઈલમાં કરી પુષ્ટિભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના બનશે દુલ્હનટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ એક ફની અને હળવાશભર્યા અંદાજમાં પોતાની સગાઈની પુષ્ટિ કરી છેટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાનાએ પોતાની સગાઈની પુષ્ટિ કરી છે. તેણીએ પોતાના જીવનની આ ખાસ ક્ષણને શેર કરવા માટે એક શાનદાર રીત પસંદ કરી. તેણીએ ઈન્સ્ટાગ્રામ રીલ શેર કરી છે, જેમાં તેણીની સાથે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ જાેવા મળી રહી છે .
એકંદરે મંધાનાનું આ એનાઉન્સમેન્ટ જાેરદાર રહ્યું. નોંધનીય છે કે, મંધાના સિંગર-મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવાની છે. મંધાનાએ જે રીલ શેર કરી તેમાં તેણીની સાથે જેમિમા રોડ્રિગ્સ, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી પણ જાેવા મળી. જેમાં બધાએ ૨૦૦૬માં આવેલી ફિલ્મ લગે રહો મુન્ના ભાઈ ના ગીત “સમજાે હો હી ગયા” પર એક સટીક કોરિયોગ્રાફ્ડ રીલ બનાવી. હવે આ વીડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. વીડિઓની છેલ્લી ફ્રેમમાં મંધાનાએ એન્ગેજમેન્ટ રિંગ કેમેરામાં બતાવતી જાેવા મળે છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી સગાઈની અફવાઓને સત્તાવાર રીતે પુષ્ટિ થાય છે.
ઇન્દોરમાં ઓક્ટોબર મહિનામાં સ્ટેટ પ્રેસ ક્લબના એક કાર્યક્રમ દરમિયાન પલાશે સ્મૃતિ સાથેના તેમના રિલેશનશિપને લઈ સંકેત આપ્યો હતો. જાે કે, તેમણે સીધી આ વાતની પુષ્ટિ કરી ન હતી, પરંતુ ત્યારે તેમણે મજાકમાં કહ્યું હતું કે, સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં “ઇન્દોરની પુત્રવધૂ” બનશે. મહિલા ODI વર્લ્ડ કપ ૨૦૨૫માં મંધાનાનું પ્રદર્શન જાેરદાર રહ્યું હતું. સ્મૃતિએ નવ ઇનિંગ્સમાં ૫૪.૨૨ની એવરેજથી ૪૩૪ રન બનાવ્યા, જેમાં ન્યુઝીલેન્ડ સામેની મેચવિનિંગ સદીનો પણ સમાવેશ થાય છે.
આ સમય દરમિયાન મંધાના મહિલા વનડે વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગઈ છે. તેણીએ ૨૦૧૭માં ઈંગ્લેન્ડમાં રમાયેલી ટુર્નામેન્ટમાં મિતાલી રાજના ૪૦૯ રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં પણ તેણીની ઈમ્પેક્ટ સ્પષ્ટ જાેવા મળી. આ મેચમાં સ્મૃતિ અને શેફાલી વર્માએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. બન્નેએ માત્ર સાત ઓવરમાં ૫૦ રનની પાર્ટનરશિપ બનાવી હતી, જેનાથી આફ્રિકન બોલરો પર ભારે દબાણ આવ્યું હતું. જાે કે, દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ આ વર્લ્ડ કપમાં ૪૭૦ રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી, પરંતુ મંધાનાનો દબદબો આખા ટુર્નામેન્ટ દરમિયાન સ્પષ્ટ જાેવા મળ્યો હતો.




