
G20 સમિટમાં વડાપ્રધાન મોદીનું સંબોધન દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ જી૨૦ દેશ મળીને ૧૦ વર્ષોમાં આફ્રિકામાં ૧૦ લાખ પ્રમાણિત ટ્રેનર તૈયાર કરશે : આ ટ્રેનર કરોડો યુવાનોને નવી ટેકનિક, નવી નોકરીઓ અને નવા કૌશલ સાથે જાેડશે
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનો મંચ G20 પહેલી વાર આફ્રિકી ધરતી પર પહોંચ્યો છે. જ્યાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક અવસર પર ત્રણ મોટા પ્રસ્તાવ આપ્યા છે, જે આવનારા સમયમાં વૈશ્વિક વિકાસનો ઢાંચો બદલી નાખશે. તેમનો વિચાર સ્પષ્ટ હતો કે દુનિયા ત્યારે જ આગળ વધશે, જ્યારે વિકાસ સંતુલિત, સમાવેશી અને ટકાઉ હશે. આ ભાવ તેમની દરેક પહેલમાં જાેવા મળ્યો હતો. ૧૦ લાખ ટ્રેનર, ડ્રગ ટેરર નેટવર્ક પર આકરા પ્રહાર અને વૈશ્વિક પરંપરાગત જ્ઞાન ભંડાર, આ ત્રણ સૂચનો આ વાતનો સંકેત છે કે ભારત આજે ખાલી પોતાની જરૂરિયાતો જ નહીં પણ વિકાસશીલ દેશોના સહિયારા પડકારોનો પણ અવાજ ઉઠાવી રહ્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, આફ્રિકાનો વિકાસ, દુનિયાના વિકાસની શરત છે.
આ પહેલનો ઉદ્દેશ્ય છે-આફ્રિકાના યુવાનોને મોટા પાયે ટ્રેનિંગ આપી તેમને ઝડપથી બદલાતી દુનિયા માટે તૈયાર કરવાના. પીએમ મોદીએ જણાવ્યું કે ભારતની જી૨૦ અધ્યક્ષતા દરમિયાન આફ્રિકી યુનિયનને સ્થાયી સભ્ય બનાવ્યું અને હવે ભારત ઈચ્છે છે કે એ જ ભાવનાથી કૌશલ વિકાસને નવી દિશા મળે.
આ મોડલમાં જી૨૦ દેશ મળીને આવનારા ૧૦ વર્ષોમાં આફ્રિકામાં ૧૦ લાખ પ્રમાણિત ટ્રેનર તૈયાર કરશે. આ ટ્રેનર આગળ કરોડો યુવાનોને નવી ટેકનિક, નવી નોકરીઓ અને નવા કૌશલ સાથે જાેડશે.
પીએમ મોદીએ જી૨૦ દેશો સામે એક અનોખી શરત રાખી-દુનિયાભરમાં પડેલા પ્રાચીન જ્ઞાનને એક મંચ પર લાવવું. તેમનો તર્ક હતો કે કેટલાય સમુદાય પાસે એવા જીવન મોડલ છે, જે પર્યાવરણને અનુકૂળ, સાંસ્કૃતિક રીતે મજબૂત અને સામાજિક રીતે સંતુલિત છે. આ જ્ઞાન આજની દુનિયાને સંતુલન અને સ્વાસ્થ્ય આપી શકે છે. ભારત માટે “Indian Knowledge Systems” કાર્યક્રમને આ ભંડારનો પાયો બનાવી શકાય છે.
પીએમ મોદીએ ચેતવણી આપી કે જીવલેણ સિન્થેટિક ડ્રગ્સ ખાઈને fentanyl દુનિયા માટે ગંભીર ખતરો બની ચૂક્યો છે. તેનાથી ન ફક્ત સમાજનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, પણ આ રસ્તેથી આતંક માટે પૈસા પણ ભેગા થઈ રહ્યા છે.
જી૨૦ સામે પ્રસ્તાવ રજૂ કર્યો ડ્રગ્સની તસ્કરી રોકવી ગેરકાયદેસર ધનના પ્રવાહ પર અંકુશ લગાવવો વૈશ્વિક સુરક્ષા એજન્સીઓની વચ્ચે સમન્વય વધારવો, આંતરરાષ્ટ્રીય નિયમોને કડક બનાવવા પીએમ મોદીએ કહ્યું કે જૂના વિકાસ મોડલે કેટલાય દેશોને સંસાધનોથી દૂર કરી દીધા અને પ્રકૃતિના અતિ શોષણને વધારી દીધું. સૌથી વધારે અસર આફ્રિકી જેવા વિસ્તાર પર પડી. ભારતનો મેસેજ સ્પષ્ટ હતો-દુનિયાને એવી નીતિઓ જાેઈએ જે સૌને સાથે લઈને ચાલે. જી૨૦ના ઉદ્ઘાટન સત્રમાં પીએમ મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશોને ટેકનિક, ટ્રેનિંગ, સંસાધન અને સુરક્ષા ચારેય મોરચે દુનિયાના સહયોગની જરૂર છે. આ ત્રણ પ્રસ્તાવોમાં આ જ દૃષ્ટિકોણ છલકાય છે.




