
સસરાએ જમાઈને ફોન કરી હત્યાની કબૂલાત કરી ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ પર તેની પત્નીની હત્યાનો આરોપ મહિલાના સ્વજનોનો આરોપ છે કે પતિ સલીમે જ નશીલો પદાર્થ આપીને ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી છે ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સહરાનપુરના રામપુર મનિહારાન પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા મહેલમાં એક મહિલાનું શંકાસ્પદ સંજાેગોમાં મોત થયું હતું. મૃતકની ઓળખ ૪૦ વર્ષીય શબાના તરીકે થઈ છે. મહિલાના સ્વજનોનો આરોપ છે કે પતિ સલીમે જ નશીલો પદાર્થ આપીને ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી છે. ઘટના બાદ આરોપી ફરાર છે. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
સ્વજનોના જણાવ્યા અનુસાર, શબાનાના લગ્ન આશરે ૨૦ વર્ષ પહેલાં ગાગલહેડી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કૈલાશપુરના રહેવાસી સલીમ સાથે થયા હતા. આરોપ છે કે લગ્ન બાદથી સલીમનું વર્તન આક્રમક હતું. તે અવારનવાર શબાના સાથે મારપીટ કરતો હતો. ઘણીવાર ઘરે આ બાબતે ચર્ચા પણ થઈ, પરંતુ સંજાેગો બદલાયા નહીં. દીકરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરિવારે રામપુર મનિહારાનમાં જ તેના રહેવા માટે મકાન બનાવી આપ્યું, પરંતુ વિવાદ અને ત્રાસનો સિલસિલો ચાલુ રહ્યો.
મૃતકના પિતા ઈનામે કહ્યું કે, મોડી રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે તેમના જમાઈનો કોલ આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે સલીમે ખુદ પોતાના જમાઈને ફોન કરીને કહ્યું હતું કે મેં તારી સાસુને મારી નાખી છે, ઘરવાળાઓને જણાવી દેજાે. સૂચના મળતા જ પરિવારના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં પહોંચીને જાેયું તો, શબાના ઘરમાં મૃત અવસ્થામાં પડી હતી અને આરોપી ફરાર હતો. પોલીસે ઘટનાસ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્ર કરી લીધા છે અને આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
સમગ્ર મામલે એસપી સિટી વ્યોમ બિંદલે જણાવ્યું છે કે, થાણા રામપુર મનિહારાન વિસ્તારમાં મોડી રાત્રે એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાની સૂચના મળી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સ્વજનોનો આરોપ છે કે મૃતક મહિલાના પતિએ હત્યા કરી અને સ્વજનોને કોલ કરીને ખુદ જણાવ્યું હતું. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કારણ સ્પષ્ટ થઈ શકશે, અરજીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મૃતક મહિલાના પિતા ઈનામે કહ્યું કે, મારી દીકરીની હત્યા થઈ છે.
અમારી પાસે ૧૨:૩૦ વાગ્યે કોલ આવ્યો હતો. મારી દીકરીના જમાઈએ કોલ કરીને જાણકારી આપી હતી. અમે તરત ત્યાં ગયા તો જાેયું કે દીકરીની હત્યા કરી દેવામાં આવી હતી, હત્યા અમારા જમાઈ સલીમે જ કરી છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો દરવાજાે ખુલ્લો હતો અને જમાઈ ફરાર હતો. તેને સજા થવી જાેઈએ.




