
શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મનસુરીએ ‘વંદે માતરમ્ કે 150 સાલ’ હિન્દી કાવ્ય અર્પણ કર્યું.
ભારતના વંદે માતરમ્ રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં ઉમંગભેર કરવામાં આવી રહી છે. આ સ્મરણોત્સવ નિમિત્તે તા. 23-11-2025ના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મનસુરીએ ‘વંદે માતરમ્ કે 150 સાલ’ મૌલિક હિન્દી કાવ્ય અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે મા ભારતી પ્રત્યેની અનન્ય ભક્તિ, આધ્યાત્મિક સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ઉદ્દાત ભાવનાને ઉજાગર કરતી ‘વંદે માતરમ્ કે 150 સાલ’ હિન્દી કાવ્ય રચનાને બિરદાવી કાદરભાઈ મનસુરીને અભિનંદન આપ્યા હતા.




