
યુક્રેને રશિયા પર કરેલા હુમલામાં ત્રણનાં મોત થયા.અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો : ૬નાં મોત.રશિયાએ ૨૨ મિસાઇલો અને ૪૬૦ ડ્રોનથી હુમલો કરતા કીવમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો : હીટ સિસ્ટમમાં અવરોધ.
રશિયાએ સમગ્ર રાત યુક્રેનની રાજધાની કીવની ઇમારતો અને એનર્જી ઇન્ળાસ્ટ્રકચર પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે. બીજી તરફ યુક્રેને કરેલા હુમલામાં દક્ષિણ રશિયામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને મકાનોને નુકસાન થયું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલા એવા સમયે થઇ રહ્યાં છે જ્યારે અમેરિકા લગભગ ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અને અમેરિકાની શાંતિ યોજના પર મંત્રણા માટે ફરીથી પ્રયત્ન કરી રહ્યું છે. એક અમેરિકન અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે આર્મી સેક્રેટરી ડેન ડ્રિસ્કોેલે અબુ ધાબીમાં રશિયન અધિકારીઓ સાથે કલાકો સુધી મંત્રણા કરી હતી.




