
ધર્મેન્દ્ર અને હેમાએ ૧૯૭૯માં લગ્ન કર્યા હતાં.ધર્મેન્દ્ર પાસે દરેક પ્રસંગ માટે એક કવિતા હતી હું ભાગ્યશાળી છું કે તે મારા જીવનમાં હતા.હેમા માલિની અને ધર્મેન્દ્રની પહેલીવાર મુલાકાત ’તુમ હસીન મેં જવાન’ના સેટ પર થઈ હતી.ધર્મેન્દ્ર અને હેમા માલિની જ્યારે રૂપેરી પડદે સાથે આવ્યાં ત્યારે ચાહકો પર તેઓનું જાદુ કામ કરતો હતો શોલેનું વશીકરણ હોય કે સીતા ઔર ગીતાનું વશીકરણ, આ બંને કલાકારોની કેમેસ્ટ્રીએ હિન્દી સિનેમાની કેટલીક યાદગાર ક્ષણો બનાવી હતી.પતિ ધર્મેન્દ્ર સાથેનાં તેનાં સંબંધો વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે તેઓને બોલિવૂડનાં ’હી-મેન’ મળ્યાં તે માટે તે ’નસીબદાર’ છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ધર્મેન્દ્ર હૃદયથી કવિ હતાં. હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ’ધર્મેન્દ્ર પાસે દરેક પ્રસંગ માટે એક કવિતા હતી.
કોઈ પણ તેમનાં જેવું ન હોઈ શકે. હું ભાગ્યશાળી છું કે તે મારા જીવનમાં હતા.હેમા માલિની અને ધર્મેન્દ્રની પહેલીવાર મુલાકાત ’તુમ હસીન મેં જવાન’ના સેટ પર થઈ હતી. ત્યારે જ બંને નજીક આવ્યાં હતાં અને એવું કહેવામાં આવે છે કે હિન્દુ કાયદો બીજા લગ્નની મંજૂરી આપતો ન હોવાથી બંનેએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ર્નિણય લીધો હતો.ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતાં અને તેમને ચાર બાળકો હતાં, બોબી અને સની દેઓલ. અને બે પુત્રીઓ પોતાનાં પરિવારનાં વિરોધને અવગણીને ધર્મેન્દ્ર અને હેમાએ ૧૯૭૯માં મુંબઈમાં ચૂપચાપ લગ્ન કર્યા હતાં. લગ્નમાં માત્ર બે કાનૂની સાક્ષી હાજર હતાં. સમય જતાં, બંને વચ્ચેનાં સંબંધો વધુ મજબૂત બન્યાં અને તેણે તેની પુત્રીઓ એશા દેઓલ અને આહના દેઓલ સાથે એક પરિવાર બનાવ્યો હતો.ધર્મેન્દ્ર તેમની પત્ની હેમા માલિની માટે બે વખત મથુરા આવ્યાં હતાં. ૨૦૧૪માં હેમાની પહેલી ચૂંટણીમાં ધર્મેન્દ્ર આવ્યાં ન હતાં. ૨૦૧૮માં જ્યારે હેમામાલીનીએ મથુરામાં ઘર બનાવ્યું ત્યારે તેઓ અહીં ગૃહપ્રવેશ માટે આવ્યાં હતાં. તેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે બીજી વખત મથુરા પહોંચ્યાં હતાં. બોલર મોહમ્મદ સિરાજ નવેમ્બર ૨૦૨૦ માં ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે તેનાં પિતાનું અવસાન થયું હતું. સિરાજે તેનાં પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. સિરાજે મેચમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. જેનાં પર ધર્મેન્દ્રએ ટ્વિટ કર્યું હતું કે, ’ભારતનાં બહાદુર બેટા. લવ યુ. તારા પર ગર્વ છે.




