
સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો.ફરી એકવાર ઓલટાઇમ હાઇ ઉપર પહોંચી ચાંદી.૧૦ ગ્રામ સોનું ૭૩૩ રૂપિયા મોંઘું થઈને ૧,૨૮,૫૭૮.ચાંદીના ભાવ શુક્રવારે (૫ ડિસેમ્બર) ઑલ ટાઇમ હાઇ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ઍસોસિએશન (ૈંમ્ત્નછ) અનુસાર, ૧ કિલો ચાંદીનો ભાવ ૨૪૦૦ રૂપિયાથી તૂટીને ૧,૭૯,૦૨૫ રૂપિયા થઈ ગયો છે. આ પહેલાં ચાંદીની કિંમત ૧,૭૬,૬૨૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. વળી, ૧૦ ગ્રામ સોનું ૭૩૩ રૂપિયા મોંઘું થઈને ૧,૨૮,૫૭૮ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ પહેલા સોનું ૧,૨૭,૮૪૫ રૂપિયા હતું. ૧૭ ઑક્ટોબરે સોનાએ ૧,૩૦,૮૭૪ રૂપિયા ઑલ ટાઇમ હાઇ બનાવ્યું હતું.
ૈંમ્ત્નછની સોનાની કિંમતોમાં ૩% ય્જી્, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું. તેથી અલગ-અલગ શહેરોના ભાવ અલગ-અલગ હોય છે. પંજાબ નેશનલ બૅન્ક સહિત અનેક બૅન્ક ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરે છે.
વર્ષ ૨૦૨૪ની શરુઆતથી અત્યાર સુધી સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે:
સોનું: ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ. ૭૬,૧૬૨ હતો, જે હવે વધીને રૂ. ૧,૨૮,૫૭૮ થયો છે. એટલે કે, આ વર્ષે સોનાની કિંમતમાં રૂ. ૫૨,૪૧૬નો વધારો થયો છે.
ચાંદી: ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૧ કિલો ચાંદીની કિંમત રૂ. ૮૬,૦૧૭ હતી, જે હવે રૂ. ૧,૭૯,૦૨૫ પ્રતિ કિલો થઈ છે. એટલે કે, આ વર્ષે ચાંદીના ભાવમાં રૂ. ૯૦,૦૦૩નો વધારો થયો છે.
બજાર નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં આવી રહેલી તેજી પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જવાબદાર છે:
કેન્દ્રીય બૅન્કોની ખરીદી: દુનિયાભરની મોટી બૅન્ક ડૉલર પરની ર્નિભરતા ઘટાડવા માટે સતત પોતાના ભંડારમાં સોનાનો હિસ્સો વધારી રહી છે. જેના કારણે બજારમાં સોનાની માંગ સતત બની રહે છે અને કિંમત ઉપર જાય છે.
ક્રિપ્ટોથી સોના તરફ વળ્યું રોકાણ: ક્રિપ્ટોકરન્સીમાં થતા મોટા ઉતાર-ચઢાવ અને કડક નિયમોના ડરને કારણે રોકાણકારો સોનામાં નાણાં રોકી રહ્યા છે. સાથે જ, ભારતમાં શેરબજારમાંથી ઓછું રિટર્ન મળતાં અને લગ્નની સિઝન શરુ થવાથી સોનાની માંગ પણ વધી છે.
લોન્ગ ટર્મ એસેટ: સોનું એક એવી એસેટ છે જે ક્યારેય સંપૂર્ણપણે નકામી થતી નથી. તે મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયમાં પોતાની કિંમત જાળવી રાખે છે, તેથી લાંબા ગાળા માટે તે ફાયદાકારક માનવામાં આવે છે.




