
લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ.SIR પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી.અમે ભાજપ અને દ્ગડ્ઢછ ક્યારેય ચર્ચાથી ભાગ્યા નથી, સંસદ સૌથી મોટી પંચાયત છે : ગૃહમંત્રી અમિત શાહ.લોકસભામાં આજે(૧૦ ડિસેમ્બર) ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ. આ ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, રવિશંકર પ્રસાદ અને અસદુદ્દીન ઓવૈસી સહિત શાસક અને વિપક્ષ બંને પક્ષોના અગ્રણી નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. વિપક્ષના વક્તાઓએ માંગ કરી હતી કે ચૂંટણીઓ ઈફસ્ ને બદલે મતપત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી સમિતિમાં સામેલ કરવામાં આવે. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સુધારા પર લોકસભાની ચર્ચાનો જવાબ આપ્યો છે.
લોકસભામાં ગૃહમંત્રીએ કહ્યું કે, સંસદ બે દિવસ સુધી ચાલી શકી નહીં. સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે અમે ચર્ચા ઇચ્છતા નથી. અમે ભાજપ અને DA ક્યારેય ચર્ચાથી ભાગ્યા નથી. સંસદ સૌથી મોટી પંચાયત છે. SIR પર ચર્ચા કરવાનો ઇનકાર કરવા પાછળ કારણો હતા. વિપક્ષે SIR પર ચર્ચાની માંગ કરી. આ ચૂંટણી પંચનું કામ છે. જાે આ અંગે ચર્ચા કરવામાં આવે તો કોણ જવાબ આપશે? જ્યારે તેઓ ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવા સંમત થયા, ત્યારે અમે બે દિવસ તેમની ચર્ચા કરી. ગૃહમંત્રીએ કહ્યું કે, ચર્ચા ચૂંટણી સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષી સભ્યોએ SIR પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મારે જવાબ આપવો પડશે. મેં અગાઉના તમામ SIR નો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે અને હું મારા પોતાના તર્કથી કોંગ્રેસ પક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાઓનો જવાબ આપવા માંગુ છું. ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે, તે એક સ્વતંત્ર સંસ્થા છે. મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી છે. મતદારો માટે ભારતનું નાગરિક હોવું જરૂરી છે. બંધારણમાં સુધારાની સ્પષ્ટ જાેગવાઈ છે. ઈતિહાસને છોડીને આગળ ન વધી શકીએ. સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે.




