
રૂ.૯૫,૬૯૨ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું મનરેગાની સરખામણીએ “જી રામ જી યોજના”ને મળ્યું બમ્પર બજેટ નાણામંત્રી ર્નિમલા સીતારમણે ૧ ફેબ્રુઆરીના રોજ સંસદમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું.
ભારતના નાણામંત્રી ર્નિમલા સીતારમણે ૧ ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. નવી રોજગાર ગેરંટી યોજના “વિકસિત ભારત-જી રામ જી” અથવા ફમ્-ય્ રામ જી માટે રૂ.૯૫,૬૯૨ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (સ્ય્દ્ગઇઈય્જી) ને બદલે છે. ગયા વર્ષે સ્દ્ગઇઈય્છ ને રૂ.૮૬,૦૦૦ કરોડનું બજેટ મળ્યું હતું. આનો અર્થ એ થયો કે સરકારે ગ્રામીણ રોજગાર માટે તેના બજેટમાં ૧૧.૨૭ ટકાનો વધારો કર્યો છે.
મનરેગા હેઠળ કામની માંગમાં નોંધપાત્ર ઘટાડાને જાેતા વિકસિત ભારત-ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવવિકા મિશ (ગ્રામીણ) કાયદો લાગુ કર્યો. સંક્ષેપમાં તેને ફમ્-ય્ રામ જી કાયદા તરીકે ઓળખવામાં આવે છે જે અગાઉની યોજનામાં એક વ્યાપક કાયદાકીય સુધારો છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો એટલે કે મનરેગા, ૨૦૦૫ માં અમલમાં મૂકવામાં આવ્યો હતો અને તેણે વેતન આધારિત રોજગાર પૂરો પાડ્યો હતો, ગ્રામીણ આવક સ્થિર કરી હતી અને માળખાગત સુવિધાઓનું નિર્માણ કર્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે ગ્રામીણ રોજગાર જરૂરિયાતોનું સ્વરૂપ સમય જતાં બદલાયું છે. આનાથી મનરેગાની સિદ્ધિઓ, તેમજ તેના માળખા અને ઉદ્દેશ્યોનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર પડી છે.
સરકારના મતે, મનરેગામાં મોટા ફેરફારો પછી ફમ્-ય્ ઇછસ્ ય્ યોજના રજૂ કરવામાં આવી છે. તે મનરેગાની માળખાકીય ખામીઓને દૂર કરે છે અને રોજગાર, પારદર્શિતા, આયોજન અને જવાબદારીને મજબૂત બનાવે છે. VB-G RAM G યોજના હેઠળ, રોજગારનો સમયગાળો ૧૦૦ દિવસથી વધારીને ૧૨૫ દિવસ કરવામાં આવ્યો છે. કામદારોએ મેન્યુઅલ મજૂરી કરવી જરૂરી છે, બાયોમેટ્રિક હાજરી નોંધવામાં આવે છે અને રૂ.૩૭૦ નું વેતન સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ આર્થિક સર્વેક્ષણ મુજબ, રોગચાળા દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૨૧ માં માનવ-દિવસ ૩૮૯.૦૯ કરોડની ટોચ પર હતો, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૬ માં (૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં) ઘટીને આશરે ૧૮૩.૭૭ કરોડ થયો, જે ૫૩% થી વધુનો ઘટાડો દર્શાવે છે.
નવી રોજગાર ગેરંટી યોજના, વિકસિત ભારત-જી રામ જી અથવા વીબી-જી રામ જી માટે રૂ.૯૫,૬૯૨ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS) ને બદલે છે.




