
સોશ્યલ મીડિયા પર ત્રણ દિવસમાં કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ.સલમાનખાનને પણ હવે પર્સનલ રાઈટ્સની સુરક્ષા.સલમાન પહેલા પણ ઘણા કલાકારોએ પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે કોર્ટનો સંપર્ક કર્યા.સુપરસ્ટાર સલમાન ખાને પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યાે છે. હાઈકોર્ટે આજે સલમાનની અરજી પર સુનાવણી કરી. કોર્ટે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને ત્રણ દિવસમાં આ મામલે કાર્યવાહી કરવાનો ર્નિદેશ આપ્યો. સલમાન ખાને એક દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.સલમાન પહેલા પણ ઘણા કલાકારોએ પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે કોર્ટનો સંપર્ક કર્યાે છે. આમાં ગાયિકા આશા ભોંસલે, અભિનેતા સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારનો સમાવેશ થાય છે. કોર્ટે અનેક સેલિબ્રિટીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપી દીધો છે.
વ્યક્તિત્વ-પ્રચાર અધિકારો શું છે. વાસ્તવમાં, સલમાન ખાન સમક્ષ આ મામલે કોર્ટમાં ફરિયાદ કરનારા કલાકારોની અરજીમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના નામ, અવાજ, હાવભાવ, ઓળખ સંબંધિત બાબતોનું ઉલ્લંઘન થાય છે. આને રોકવાની માંગ કરવામાં આવી છે.આમાં AI દ્વારા બનાવેલા ડીપફેક ફોટા અને વીડિયોનો સમાવેશ થાય છે. ઉપરાંત, YouTube, Faceboko, Instagram, X (અગાઉ ટ્વિટર) અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ જેવા પ્લેટફોર્મ પર નકલી માલ, ભ્રામક જાહેરાતો, ખોટા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવામાં આવે છે, જેના પર કલાકારો પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. ઘણા સેલેબ્સના મતે, આ તેમના વ્યક્તિત્વ અધિકારોનો દુરુપયોગ છે. સલમાનના કિસ્સામાં પણ કંઈક આવું જ થઈ




