
આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે.ભારત-પાકિસ્તાન ફાઇનલ ભારતીય સમય મુજબ રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે : ટોસ સાંજે ૭:૩૦ વાગ્યે થશ.એશિયા કપ ૨૦૨૫ હવે તેના રોમાંચક અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને ક્રિકેટ ચાહકો હવે ટુર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ જાેશે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૫ ફાઇનલ રવિવાર, ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઇનલમાં ટકરાશે. આ મેચ ફક્ત ટ્રોફી માટે જ નહીં, પરંતુ ગૌરવ અને પ્રતિષ્ઠા માટે પણ હશે. ભારત-પાકિસ્તાન ફાઇનલ ભારતીય સમય મુજબ રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે ૭:૩૦ વાગ્યે થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જે અગાઉ બંને ટીમો વચ્ચે ઘણી ઐતિહાસિક ટક્કરો જાેઈ ચૂક્યું છે. ચાહકો આ હાઇ-વોલ્ટેજ મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ જાેઈ શકે છે. ડિજિટલ દર્શકો માટે, લાઇવ સ્ટ્રીમિંગ સોની ન્ૈંફ અને ફેનકોડ એપ પર ઉપલબ્ધ રહેશે.
ટીમ ઈન્ડિયા સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમે મજબૂત બેટિંગ અને બોલિંગ બંનેથી પ્રભાવિત કર્યા છે. બીજી તરફ, પાકિસ્તાને સુપર ફોરમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સલમાન અલી આગાની કેપ્ટનશીપ હેઠળની ટીમ ફાઇનલમાં પોતાની નબળાઈઓને દૂર કરવા અને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ ભારતે ગઈ કાલે શ્રીલંકાને હરાવીને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. આ મેચમાં અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરી હતી.
એશિયા કપના ૪૦ વર્ષથી વધુના ઇતિહાસમાં આ પ્રથમ ભારત-પાકિસ્તાન ફાઇનલ છે. દુબઈ પિચ બેટ્સમેન અને બોલર બંનેને અનુકૂળ થવાની અપેક્ષા છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને શાહીન આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓ મેદાન પર પોતાની છાપ છોડશે.
બંને ટીમો માટે સંભવિત પ્લેઇંગ ૧૧
ભારત – અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન – સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફખર ઝમાન, હરિસ રઉફ, હસન અલી, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી.
