
સલામત એસટીમાં દારૂની હેરાફેરી!.જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી ૧૨૨ બોટલ મળી.પોલીસે બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું , જેમાં શીલ પોલીસને બસમાંથી દારૂની બોટલ મળી આવી.ગુજરાતમાં અનેક સ્થળોએ દારૂ અને ડ્રગ્સ ઝડપાતા હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી GSRTC બસમાંથી ૧૨૨ દારૂની બોટલ ઝડપાઈ છે.
સલામત એસટીમાં દારૂની હેરાફેરી મામલે પોલીસે બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શીલ પોલીસને બસમાંથી દારૂની બોટલ મળી આવતાં, આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં શીલ પોલીસને બાતમી મળી હતી કે, એસટી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. આ મામલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસને ઉનાથી પોરબંદર જતી એસટી બસમાં એક બેગમાંથી ૧૨૨ દારૂની બોટલ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે કંડકટર અને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. જાેકે, બસમાં દારૂ ભરેલી બેગ કોની છે અને કોણ રાખી ગયું તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




