
અમૂલ ડેરીમાં નવા ચેરમેન: શાભેસિંહ પરમારની વરણી.સહકારી સંઘના ડિરેક્ટર બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી.ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી) ની કમાન કોણ સંભાળશે તે અંગે ખેડૂતોમાં છેલ્લા ૯૬દિવસથી ચાલી રહેલી ઉત્સુકતાનો અંત આવ્યો છે. આજે સહકારી સંઘના ડિરેક્ટર બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. અમૂલ ડેરીનું ચેરમેનપદ શાભેસિંહ પરમારને સોંપવામાં આવ્યું છે, જ્યારે વિજય પટેલને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમૂલ ડેરીના સભાખંડમાં મોટી સંખ્યામાં સમર્થકો, ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના અધિકારીઓની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. વીરપુરના શાભેસિંહ પરમારને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ડાકોરના વિજય પટેલને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપસ્થિત તમામ સમર્થકો અને અધિકારીઓએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા.સામાન્ય ચૂંટણીના ત્રણ મહિનાથી વધુ સમય પછી આ હોદ્દાઓ પર નિમણૂકો થવાથી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના સભ્યોમાં આનંદ છવાઈ ગયો છે. શાભેસિંહ પરમાર અને વિજય પટેલનું નેતૃત્વ હવે અમૂલ ડેરીના ભાવિ સંચાલન અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે.




