
સેવન્થ ડે સ્કૂલને લઈને મોટી ખબર.સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી.સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી.અમદાવાદ:સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે.
સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી છે. શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૧૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એક મોટો વિવાદ ઊભો થયો હતો. ધોરણ ૧૦ના વિદ્યાર્થીને તેના જ જુનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી.
આ ઘટના નાના ઝઘડામાંથી શરૂ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીને સમયસર તબીબી મદદ ન મળવાથી તેનું મોત થયું હતું.
સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી. તેમણે ઘટનાની જાણ ન કરી અને પહેલાની બુલિંગની ફરિયાદો અવગણી હતી.
આનાથી રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.




