
સુરત, ખેડા અને પંચમહાલના ગામોમાં મહત્ત્વપૂર્ણ સંપાદન, મંત્રીએ મંજૂરી આપી.ખેડા જિલ્લાની ફાગવેલ અને કપડવંજ તાલુકાઓમાં કુલ ૧૧ ગામોને નવા હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છ.રાજ્યના મંત્રીમંડળે તાજેતરમાં કેબિનેટ બેઠકમાં નવા બનાવેલા ૧૭ તાલુકાઓમાં કેટલાક ગામોમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. આ ર્નિણય સ્થાનિક અરજદારોની રજૂઆત અને વિકાસની આવશ્યકતા ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કુલ ૮ ગામોમાં ગામોના હદફેર કરવામાં આવ્યા છે. સાથે જ સંતરામપુર તાલુકામાં ૩ જૂના તાલુકાઓમાં ૨૦ જેટલા ગામોમાં ફેરફાર થયો છે. ખેડા જિલ્લાની ફાગવેલ અને કપડવંજ તાલુકાઓમાં કુલ ૧૧ ગામોને નવા હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે તાજેતરમાં ૧૭ નવા તાલુકાઓની જાહેરાત કરી હતી, જેમાં સ્થાનિક લોકોને પડતી અડચણો દૂર કરવા અને તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે ગામોનું હદફેર કરવા માટેનું પ્રસ્તાવ લઈને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રિમંડળે આ હદફેરને મંજૂરી આપી છે.
નવા હદફેરથી સ્થાનિક લોકો માટે વહીવટ અને પ્રાથમિક સુવિધાઓમાં સુધારો થવાનો આશય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસ્થાપન સરળ બને છે, ગ્રામજનો પોતાની ગામજાહેર હદમાં વિકાસ કાર્યો, સરકારી યોજનાઓ અને તંત્રની સેવાઓ વધુ સરળ રીતે મેળવી શકશે.
વર્તમાન ફેરફારની વિગતો
સુરત, માંડવી તાલુકા: ૮ ગામોનો હદફેર
સંતરામપુર: ૩ તાલુકામાં ૨૦ જેટલા ગામોમાં ફેરફાર
ખેડા, ફાગવેલ અને કપડવંજ: ૧૧ ગામોનો હદફેર
પંચમહાલ જિલ્લામાં પણ સ્થાનિક રજૂઆતના આધારે કેટલાક ગામોના હદફેરના મુદ્દા ચર્ચામાં આવ્યા છે.
સૂત્રોનું માનીએ તો – આ ફેરફાર સ્થાનિક અરજદારોની સુવિધા, વિકાસની ઝીણવટ અને તંત્રની કાર્યક્ષમતા માટે જરૂરી હતો. સાથે જ, હદફેર કર્યા પછીના ગામોના નવીન સરકારી રેકર્ડ, જમીનનો ઉપયોગ અને વિકાસના આયોજનને યોગ્ય રીતે સુધારવાની જવાબદારી જિલ્લા અને તાલુકા કચેરીઓ પર મૂકવામાં આવશે.
આ ર્નિણયનો મુખ્ય હેતુ એ છે કે નવા તાલુકાઓની રચના સાથે ગામોનું હદફેર સ્થાનિક જરૂરિયાતો, વહીવટની સરળતા અને વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
હદફેર પછી, તાલુકા કચેરીઓ અને જિલ્લા કચેરીઓ દ્વારા નવો નકશો તૈયાર કરવામાં આવશે અને સરકારી સેવાઓ, ખેતી, પાણી પુરવઠો અને વિકાસ યોજનાઓને અમલમાં મૂકવામાં આવશે.
