
સર્વિસ રોડ ૩૧ ડિસેમ્બર સુધી રહેશે બંધ.પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ રહેશે બંધ.એસજી હાઈવે પરના પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે ખાનગી વીજ કંપનીના ખોદકામને કારણે ડાયવર્ઝનઅમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા સહિતની કામગીરીને લઈને ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે. તેવામાં એસજી હાઈવે પરના પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે ખાનગી વીજ કંપનીના ખોદકામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી ઈડન હોટલ સુધીનો એક તરફનો રસ્તો ૨૨ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી વાહની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા છેડે અનામિક હાઈટથી ઈડન હોટલની વચ્ચે ડિવાઈડરની પાસે ખાનગી વીજ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવાની છે.
જેને લઈને આવતીકાલે સોમવાર(૨૨ ડિસેમ્બર) થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રાત્રે ૧૨ વાગ્યા સુધી પકવાન બ્રિજ પાસેનો રોડ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ જણાવવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજ તરફથી આતો ટ્રાફિક થલતેજ અંડરપાસ તઈને ગોતા ગાંધીનગર તરફ જઈ શકશે. જ્યારે પકવાન બ્રિજની નીચેથી આવતો ટ્રાફિક પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી બંધ માર્ગની બાજુમાં સર્વિસ રોડનો ઉપયોગ કરીને થલતેજ-ગાંધીનગર જઈ શકશે.




