
પ્રાઈમ સ્લોટમાં ૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે.અમદાવાદમાં ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં વધારો કરાયો.સોમથી શુક્રવાર સુધી ૧૨ વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે ૮૦ રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે.અમદાવાદના ફ્લાવર શોની સીઝન આવી ગઈ છે. ત્યારે આ વર્ષે ફ્લાવર શોની ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતા ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આગામી ફલાવર શો માં પ્રવેશ ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. છદ્બષ્ઠ ની રિક્રિએશનલ કમિટીમાં એન્ટ્રી રેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોમથી શુક્રવાર માટે ગત વર્ષ કરતા ૧૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. સોમથી શુક્રવાર સુધી ૧૨ વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે ૮૦ રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. તો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે ૧૦૦ રૂપિયા પ્રવેશ ફી નક્કી કરાઈ છે.
છદ્બષ્ઠ સિવાયની શાળાના બાળકો માટે સોમથી શુક્ર સવારે ૯-૧ દરમ્યાન ૧૦ રૂપિયા પ્રવેશ ફી નક્કી કરાઈ છે. પ્રાઈમ ટાઈમ સ્લોટ માટે સવારે ૮-૯ અને રાતે ૧૦-૧૧ દરમ્યાન ૫૦૦ રૂપિયા પ્રવેશ ફી કરવામાં આવી છે. તો ૧૨ વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે ફ્રી પ્રવેશ રાખવામાં આવ્યો છે. તેમજ તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિકોને વિનામૂલ્યે પ્રવેશ મળશે.
જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં ફલાવર શો ૨૦૨૬ શરૂ થશે. એએમસીના રિક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે, ટ્ઠદ્બષ્ઠ દ્વારા આયોજિત આગામી ફલાવર શોને લઈને અંતિમ આપવામાં આવી રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્લાવર શોની શરૂઆત થશે.
રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઈવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ એરિયામાં આયોજન કરાયું છે. મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. આ વર્ષના ફલાવર શો ૨૦૨૬ માં ખર્ચ ૧૭ થી ૧૮ કરોડ આસપાસ પહોંચશે. જેમાં સ્કલ્પ્ચર, આઇકૉનિક સ્કલ્પ્ચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ, મંડપ સહિતની તમામ કામગીરી માટે તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે.
૮ કરોડ જેટલી રકમ ફક્ત જુદા જુદા સ્કલ્પ્ચર માટે ખર્ચાશે. ભારત એક ગાથા થીમ પર ફલાવર શો ૨૦૨૬ નું આયોજન કરાયું છે. જેમાં પૌરાણિકતાથી આધુનિકતા સુધીના સમયને ફૂલોના વિવિધ સ્કલ્પ્ચર થકી પ્રદર્શિત કરાશે. ગુજરાતના ગરબા સહિત દેશના વિવિધ રાજ્યોના લોકનૃત્યની પ્રતિકૃતિ આ વર્ષે મુખ્ય આકર્ષણ બની રહેશે. તો ઈસરોના સ્પેશ શટલ અને ઓપરેશન સિંદૂરની પણ પ્રતિકૃતિ લોકોને આકર્ષશે. દેવો અને દાનવો વચ્ચે થયેલું સમુદ્ર મંથન સૌથી વધુ આકર્ષણ જમાવશે. ફ્લાવર વેલી, સેલ્ફી પોઇન્ટ અને ફ્લાવર વોલ સહિતના અન્ય આકર્ષક સ્કલ્પ્ચર બનાવી મુકવામાં આવશે.
જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, ૫૦૦ થી વધુ પ્રજાતિના ૭ લાખ કરતા પણ વધુ છોડ રોપા ફ્લાવર શો માટે લાવવામાં આવ્યા છે. જેમાં દેશી વિદેશી, સીઝનલ અને બારમાસી રંગબેરંગી ફૂલો લાખો લોકોને આકર્ષશે. જેની સામે ફૂડ સ્ટોલ, ફ્લાવર સ્ટોલ અને અન્ય સ્ટોલની હરાજી થકી ૨-૩ કરોડની આવક થવાનો અંદાજ છે. આ વર્ષે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયાસ કરાશે. આ વર્ષે સરદાર પટેલની ફૂલોથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા ઉભું કરવાનું આયોજન છે.




