
ચૂંટણી પંચે ૯૫ લાખ ઉમેદવારોના નામ રદ કર્યા.વધુ ૩ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશની જીૈંઇ ડ્રાફ્ટ યાદી જાહેર.અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કુલ ૩.૧૦ લાખ મતદારોમાંથી ૬૪,૦૦૦ નામ ડ્રાફ્ટ યાદીથી બહાર કરાયા.ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તેમજ મધ્ય પ્રદેશના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આશરે કુલ ૯૫ લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.
અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કુલ ૩.૧૦ લાખ મતદારોમાંથી ૬૪,૦૦૦ નામ ડ્રાફ્ટ યાદીથી બહાર કરી દેવામાં આવ્યા છે. કેરળમાં ૨.૭૮ કરોડ મતદારોમાંથી ૨૪.૦૮ લાખ નામ દૂર કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં ૨.૧૨ કરોડ મતદારોમાંથી ૨૭.૩૪ લાખ નામ ડ્રાફ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જાેકે, મધ્ય પ્રદેશમાં ૫.૭૪ કરોડ મતદારોમાંથી ૪૨.૭૪ લાખ નામ દૂર કરવામાં આવ્યા છે. આ નામ મુખ્યરૂપે મૃતક મતદારો, સ્થળાંતરિત થઈ ચૂકેલા અથવા ગેરહાજર મતદારો તેમજ ડુપ્લીકેટ નામ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે, આ પ્રક્રિયા મતદાર યાદીને સાફ અને અદ્યતન બનાવવા માટે કરવામાં આવી રહી છે. જે મતદારોનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવે છે, તે પુન:સામેલ કરવા માટે અરજી કરી શકે છે. દાવા અને વાંધા માટેનો સમયગાળો ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫થી ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રહેશે. મતદાર નોંધણી અધિકારી અરજી પર અંતિમ ર્નિણય લેશે. સંશોધન અને વાંધાની પ્રક્રિયા પૂરી થયા બાદ અંતિમ મતદાર યાદી ૧૪ ફેબ્રુઆરીસ ૨૦૨૬ના દિવસે જાહેર કરવામાં આવશે.
ડ્રાફ્ટ મતદાર યાદી સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ, ચૂંટણી પંચના વોટર પોર્ટલ તથા ઈસીઆઈએનટી એપ પર ઉપલબ્ધ છે. મતદારો પોતાનું નામ ઓનલાઇન તપાસી શકે છે અને જરૂર પડ્યે ફરિયાદ દાખલ કરી શકે છે. ચૂંટણી પંચે તમામ યોગ્ય મતદારોને અપીલ કરી છે કે, તેઓ પરિસ્થિતિ તપાસ અને સમય પર દાવો દાખલ કરે જેથી કોઈ યોગ્ય મતદાર વંચિત ન રહી જાય.




