
દર વર્ષે ૪ લાખ રૂપિયાની બચત થશે.વિધાનસભા બાદ હવે AMC ની સામાન્ય સભા પેપરલેસ બનશે.બેઠક બોલાવવાની હોય ત્યારે નિયમ મુજબ એજન્ડા અને નોટિસ કે જે સામાન્ય રીતે સભ્યોને તેઓના નિવાસ સ્થાને મોકલવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સભાની હાલની કાર્યપદ્ધતિને પેપરલેસ કરી ડિજિટલ કરવાના ભાગરૂપે વિધાનસભાની કાર્યપ્રણાલી મુજબ અ.મ્યુ.કો.ના સભાગૃહમાં પદાધિકારીઓ, સભ્યો તથા હાજર રહેનાર અધિકારીઓ દરેકની બેઠક ઉપર ડિજિટલ કોપી ઉપલબ્ધ કરાવવા ટેબલેટ રાખવા તેમજ ડિજિટાઈઝેશન કરવા અંગે અન્ય જરૂરી આનુષંગિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અંગે ર્નિણય કરવામાં આવેલ છે.
ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની જાેગવાઈ મુજબ દર મહિને ઓછામાં ઓછી એક બેઠક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય માસિક સભાની બોલાવવાની જાેગવાઈ છે. જે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દર મહિને એક બેઠકનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત બજેટ માટે ખાસ સભાનું આયોજન થાય છે. બેઠક બોલાવવાની હોય ત્યારે નિયમ મુજબ એજન્ડા અને નોટિસ કે જે સામાન્ય રીતે સભ્યોને તેઓના નિવાસ સ્થાને મોકલવામાં આવે છે.
સભાના દિવસે તેની એક નકલ દરેક સભ્યના બેઠક સ્થાન પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સભાના એજન્ડાની આશરે ૫૦૦ નકલ તેમજ નોટિસની ૩૦૦ જેટલી નકલ પ્રિન્ટિંગ કરવાનો આશરે ખર્ચ દર મહિને રૂપિયા ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ જેટલો ખર્ચ થાય છે તેમજ પોસ્ટનો ખર્ચ આશરે રૂપિયા ૧૦,૦૦૦ જેટલો થાય છે. સભાઓના એજન્ડા-નોટિસ વગેરે પ્રિન્ટિંગ કરવાનો અંદાજિત વાર્ષિક ૪ લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. જે આજના ડિજિટલ સમયમાં આ પદ્ધતિમાં ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય ખર્ચ થાય છે તેમજ બિનપર્યાવરણલક્ષી છે. જેમાં બદલાવ લાવવો જરૂરી છે.
આજના અધ્યતન ટેકનોલોજીના સમયમાં જાે આ નકલો દરેક સભ્યને ડિજિટલ સ્વરૂપે પૂરી પાડવામાં આવે તો દર માસે થતો આટલો મોટો ખર્ચનું ભારણ કાયમ માટે ઘટી જશે તેમજ આટલી મોટી સંખ્યામાં પેપર બચવાથી પર્યાવરણને પણ બચાવી શકાય તે પણ ફાયદાકારક છે. ખાસ સભા ડિજિટલ બનાવવાનું આયોજનથી થતા લાભોની વિગતો નીચે મુજબ છે.
પર્યાવરણ સંરક્ષણ: કાગળના ઉપયોગમાં ઘટાડો થતાં હજારો વૃક્ષો બચી શકે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે. આ ગ્રીન ઇનિશિએટિવ તરીકે AMC ની પ્રતિષ્ઠા વધારશે.
કાર્યક્ષમતા વધારો: ત્વરિત એક્સેસથી કાઉન્સિલરો વધુ સારી તૈયારી કરી શકશે, જે સભાઓને વધુ ઉત્પાદક બનાવશે. વળી, ડિજિટલ રેકોર્ડ્સ સરળતાથી સર્ચ અને આર્કાઇવ કરી શકાય.




